જૂનાગઢ કેન્દ્રીય ચૂંટણી (Gujarat Assembly Election 2022)પસંદગી સમિતિ ભાજપ દ્વારા આજે રાજ્યની 182 પૈકી 160 વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારો જાહેર થયા છે. જુનાગઢ માણાવદર (Manavdar assembly seat) વિસાવદર કેશોદ અને માંગરોળ બેઠક પરથી ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે જેમના નામ ચાલી રહ્યા હતા. તે તમામ ઉમેદવારોને ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે. માંગરોળ બેઠક પરથી ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે જેમના નામ ચાલી રહ્યા હતા તે તમામ ઉમેદવારોને ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે.
ચૂંટણી પસંદગી સમિતિ ભાજપે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી પસંદગી સમિતિ દ્વારા આજે વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે. જુનાગઢ બેઠક પરથી યુવાનો ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી સંજય કોરડીયાને પસંદ કર્યા છે. કેશોદ બેઠક (Keshod Assembly seat) પરથી સરકારમાં રાજ્ય પ્રધાન તરીકે કામ કરી રહેલા કોળી આગેવાન દેવાભાઈ માલમને ફરી એક વખત ટિકિટ આપી છે.
ચૂંટણી લડવા માટે પસંદ માણાવદર વિધાનસભા બેઠક પર રૂપાણી સરકારમાં પર્યટન પ્રધાન રહેલા જવાહર ચાવડાને ફરી એક વખત ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે. તો જિલ્લાની લેઉવા પાટીદાર વિસાવદર વિધાનસભા બેઠક પર એક મહિના પૂર્વે ભાજપમાં સામેલ થયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. માંગરોળ બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય અને કેશુભાઈ સરકારમાં પ્રધાન રહેલા ભગવાનજી ભાઈ કરગઠીયાને ફરી એક વખત ચૂંટણી લડવા માટે પસંદ કર્યા છે.
દાવેદારોનું ખૂબ લાંબુ લિસ્ટ જૂનાગઢ બેઠક પરથી કડવા પાટીદાર ઉમેદવાર જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી જૂનાગઢ શહેરની બેઠક પર દાવેદારોનું ખૂબ લાંબુ લિસ્ટ જોવા મળતું હતું. જુનાગઢની ટિકિટ મેળવવા માટે રીતસર લોબિંગ થઈ રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં ઘણા વર્ષો બાદ ભાજપે પાટીદાર કાર્ડ ખેલીને યુવાન ઉદ્યોગપતિ અને પાટીદાર નેતા સંજય કોરડીયાને ઉમેદવાર જાહેર કર્યા છે.
ઘણા વર્ષોથી કોર્પોરેટર સંજય કોરડીયા ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષે તેમને ઉમેદવાર તરીકે પસંદ કરીને જે સન્માન આપ્યું છે. તેના તેઓ સદાય ર્ઋણી રહેશે અને ધારાસભ્ય બન્યા બાદ જૂનાગઢની જે સમસ્યા છે, તે પોતે પાછલા ઘણા વર્ષોથી કોર્પોરેટર તરીકે સમજી રહ્યા છે. તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે આજે ઉમેદવાર તરીકે પસંદ થયા બાદ ઈ ટીવી ભારત સમક્ષ પોતાની વાત કરી હતી.