જૂનાગઢઃ શહેરની સિવિલ હોસ્પિટલના અવાવરું પાર્કિંગમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બંને મૃતક માણાવદર તાલુકાના ભીંડોરા ગામના હોવાનું જણાયું હતું. ત્યારે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. બંનેએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસ લગાવી રહી છે. છતાં સમગ્ર મામલામાં કોઈ શંકાસ્પદ ઘટના સામેલ છે કે, નહીં તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : કૌટુંબિક વ્યક્તિ હત્યા કરી આરોપી મૃતદેહ ફંફોળવા કામે લાગ્યો, આ રીતે પોલીસે પકડ્યો
યુવક અને યુવતીનો મૃતદેહ સિવિલમાંથી મળી આવ્યોઃ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અવાવરું પાર્કિંગમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાંથી પોલીસને યુવક અને યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક ભીંડોરી ગામના રહેવાસી હતાઃ પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવક અને યુવતી માણાવદર તાલુકાના ભીંડોરા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તો બંનેએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હશે તેવું પોલીસનું પ્રાથમિક તારણ છે. તો રિક્ષામાં મૃત્યુદેહ 24 કલાક કરતા વધુ સમયથી પડેલો હોવાના કારણે તે કોહવાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો, જેનો કબજો કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Vadodara Crime: વડોદરામાં નદી કિનારેથી મળ્યો મહિલાનો મૃતદેહ, હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન
મૃતક યુવક અને યુવતી અગાઉ પણ ભાગ્યા હતાઃ સમગ્ર મામલાને લઈને જુનાગઢ વિભાગીય પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવક અને યુવતી અગાઉ પણ પ્રેમસંબંધના કારણે ભીંડોરા ગામમાંથી ભાગી છુટ્યા હતા. ત્યારે આજે અચાનક બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલના અવાવરું પાર્કિંગમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાંથી મળી આવ્યા હતા. હાલ તો પોલીસ સમગ્ર મામલાને લઈને પ્રેમ પ્રકરણમાં બંને આત્મહત્યા કરી હશે તેને લઈને તપાસ કરી રહી છે.
પોલીસે શરૂ કરી તપાસઃ પ્રાથમિક દ્રષ્ટિએ પણ બંને પ્રેમી હોવાના કારણે કોઈ કારણોસર લગ્નજીવન સાથે નહીં જીવી શકાય. આવા કોઈ કારણોસર યુગલે આત્મહત્યા કરી હોવાનું તારણ પોલીસે કાઢી વધુ તપાસ શરૂ કરી છે. જોકે, આ આત્મહત્યા છે કે, યુગલની કોઈએ હત્યા કરી છે. તે પણ તપાસનો વિષય છે, પરંતુ પ્રારંભિક તપાસ પરથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે કે, મૃતક યુવક અને યુવતી પ્રેમમાં નાસીપાસ થઈને આત્મહત્યા કરી હશે. તે દિશામાં પણ જૂનાગઢ પોલીસ તપાસ કરી રહી છે.