ETV Bharat / state

ભવનાથની તળેટી બની રહી છે શિવમય, બમ-બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા - હર-હર મહાદેવ

જૂનાગઢમાં ભવનાથ તળેટી હવે ધીરે-ધીરે શિવમય બનતી જોવા મળી રહી છે. અહીં શિવની સાથે અસલ ભાતીગળ મેળાના રંગો પણ પથરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર ગિરી તળેટી હર-હર મહાદેવ અને બમ-બમ ભોલેના નાદથી ગુંજી ઊઠી છે.

ભવનાથના શિવરાત્રી મેળાની રંગત જામી રહી છે

author img

By

Published : Feb 18, 2020, 11:40 PM IST

જૂનાગઢઃ ગિરનારમાં જેમ-જેમ શિવરાત્રીનો દિવસ નજીક આવતો જાય છે. તેમ-તેમ ભવનાથની ગિરિ તળેટી ધીરે ધીરે શિવમય બનતી હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભવનાથ તળેટી હર હર મહાદેવ જય ભવનાથ અને જય ગિરનારીના નામથી અખાડાઓ પણ શિવમય બનતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ નાગા સંન્યાસીઓ પણ હવે ધૂણા ધખાવીને અલખ નિરંજનના નામથી નવપલ્લિત બનતા જાય છે. જેમ-જેમ શિવરાત્રીનો દિવસ નજીક આવતો જાય છે. તેમ-તેમ સમગ્ર ગિરિ તળેટી અને શિવના સૈનિકો ભગવાન ભોળાનાથ તરફ એક કદમ આગળ વધતા હોય તેવા ધાર્મિક દ્રશ્યોની વચ્ચે મહાશિવરાત્રીનો માહોલ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધતો હોય તેવું લાગી રહ્યું છે.

ભવનાથના શિવરાત્રી મેળાની રંગત જામી રહી છે
ભવનાથની ગિરિ તળેટીમા જે રીતે શિવરાત્રિના મેળાનું ધાર્મિક મહત્વ છે તેટલું જ મહત્વ આ મેળાનું ભાતીગળ પણ જોવા મળે આ મેળો ધાર્મિકતાના રંગની સાથે અસલ કાઠીયાવાડી ઠાઠ માટે પણ જાણીતો છે. અહીં મોટાભાગના યાત્રિકો અને પ્રવાસીઓ સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી આવતા હોય છે. આ મેળો ધાર્મિક પરંપરાઓથી યોજાતો આવે છે. પરંતુ સમયાંતરે આ મેળામાં સૌરાષ્ટ્ર પ્રાંતની ખુશ્બુ પણ ભળતી આવી અને આ મેળો ધાર્મિકની સાથે સૌરાષ્ટ્રનો ભાતીગળ મેળો પણ બની રહ્યો છે. જેમાં હવે ધીરે ધીરે યાત્રિકો ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.