ETV Bharat / state

સૂર્યગ્રહણના કારણે ભવનાથના તમામ ધર્મસ્થાનો રહેશે બંધ, સાંજે 6 વાગ્યા પછી ખૂલશે

author img

By

Published : Oct 25, 2022, 2:08 PM IST

જૂનાગઢના ભવનાથમાં આજે સૂર્યગ્રહણના (surya grahan) કારણે તમામ ધર્મસ્થાનો બંધ (Bhavnath Temple Junagadh closed) રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણના દિવસે સૂતક લાગતું હોવાથી તમામ દેવસ્થાનો અને મંદિરો બંધ રાખવામાં આવે છે. ત્યારે આજે ગ્રહણના મોક્ષ થયા બાદ ફરી એક વખત તમામ ધાર્મિક સ્થાનો અને મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.

સૂર્યગ્રહણના કારણે ભવનાથના તમામ ધર્મસ્થાનો રહેશે બંધ, સાંજે 6 વાગ્યા પછી ખૂલશે
સૂર્યગ્રહણના કારણે ભવનાથના તમામ ધર્મસ્થાનો રહેશે બંધ, સાંજે 6 વાગ્યા પછી ખૂલશે

જૂનાગઢ દર વર્ષે તહેવારોમાં લોકો મંદિરે દર્શન કરવા જતા હોય છે. મોટી સંખ્યામાં ભક્તો જૂનાગઢના ભવનાથમાં પણ દર્શનાર્થે આવે છે, પરંતુ આજે સૂર્યગ્રહણના કારણે ભવનાથમાં તમામ ધર્મસ્થાનો બંધ રહેશે. જોકે, સાંજે 6 વાગ્યા પછી ખૂલી પણ જશે. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણના (surya grahan) દિવસે સૂતક લાગતું હોવાથી તમામ દેવસ્થાનો અને મંદિરો બંધ (Bhavnath Temple Junagadh closed) રાખવામાં આવે છે. ત્યારે આજે ગ્રહણના (surya grahan) મોક્ષ થયા બાદ ફરી એક વખત તમામ ધાર્મિક સ્થાનો અને મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.

સૂર્યગ્રહણને લઈને ભાવનાથના દેવસ્થાનો થયા બંધ વિક્રમ સંવંત વર્ષનું આજે અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણની (surya grahan) ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે. તેને લઈને ભવનાથમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર પરિસર સહિત તમામ દેવસ્થાનકો સાંજે 6 વાગ્યા સુધી ગ્રહણના સૂતકના કારણે બંધ (Bhavnath Temple Junagadh closed) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રહણનું મોક્ષ થયા બાદ સાંજે 6:30 કલાકે વાગ્યે એક વખત તમામ મંદિર અને દેવસ્થાનકો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં ધાર્મિક વિધી પણ શરૂ કરાશે.

દેવસ્થાનકો સૂતકની વિપરિત અસરોથી મુક્ત રહે તે માટે દર્શન બંધ કરાય છે

દેવસ્થાનકો સૂતકની વિપરિત અસરોથી મુક્ત રહે તે માટે દર્શન બંધ કરાય છે સનાતન ધર્મની પ્રાચીન પરંપરા મુજબ, ગ્રહણના (surya grahan) દિવસે સૂતક લાગતું હોવાથી પણ ધર્મસ્થાનો અને ખાસ કરીને દેવસ્થાનકો સૂતકની વિપરિત અસરોથી મુક્ત રહે તે માટે દર્શન બંધ કરાતા હોય છે. ત્યારે આજે ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે આવેલા શિવ ભક્તોએ બંધ મંદિરના (Bhavnath Temple Junagadh closed) દર્શન કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરી હતી.

આજના દિવસે સૂર્ય અને રાહુના મંત્ર જાપનું વિશેષ મહત્વ સૂર્યગ્રહણના (surya grahan) દિવસે રાહુ અને સૂર્યના મંત્ર જાપનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભવનાથ મંદિરના પૂજારી સિદ્ધેશ્વરગિરિએ જણાવ્યું હતું કે, વિચિત્ર પ્રાકૃતિક પરિસ્થિતિમાં આજનું ગ્રહણ લાગવા જઈ રહ્યું છે, જે મનુષ્યની શક્તિથી ખૂબ ઉપર છે. આજના દિવસે ભગવાનના મંત્રોનો જાપ કરવાથી ગ્રહણની વિપરિત અસરોમાંથી મુક્તિ મળે છે. વધુ આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સૂર્ય અને રાહુના મંત્રનો જાપ કરે તો સૂર્ય ગ્રહણની વિપરિત અસરોમાંથી બચવાની સાથે મનુષ્ય જીવન માટે આજના મંત્ર જાપને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

સાંજે ખૂલશે મંદિરો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ગ્રહણના દિવસે (surya grahan) સૂર્યના દર્શનને શ્રેષ્ઠ માનવામાં આવતું નથી, જેથી આજના દિવસે ઉપાસકોએ સૂર્યનારાયણના દર્શન કરવાનું ટાળવું જોઈએ. તો આજે સાંજે 6:30 વાગ્યા સુધી તમામ મંદિરો અને દેવસ્થાનોમાં આરતી, આરાધના, શ્રૃંગાર અને મહાભોગ જેવી ધાર્મિક ક્રિયાઓ સદંતર બંધ (Bhavnath Temple Junagadh closed) રાખવામાં આવી છે. ગ્રહણના મોક્ષ બાદ સાંજના 6:30 વાગ્યે ફરીથી તમામ ધાર્મિક વિધિઓ પૂર્વવત્ થશે, જેના દર્શન કરીને શિવભક્તો પોતાની જાતને ધન્ય કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.