ETV Bharat / state

કોરોના સંક્રમણને લઇને 30 એપ્રિલ સુધી ભાવનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ - ભવનાથ મહાદેવ મંદિર

સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ગીરી તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર આગામી 30 તારીખ સુધી ભક્તો માટે બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોના સંક્રમણને લઇને 30 એપ્રિલ સુધી ભાવનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

author img

By

Published : Apr 13, 2021, 10:07 PM IST

Updated : Apr 13, 2021, 10:18 PM IST

  • ભવનાથ મહાદેવ મંદિર કોરોના સંક્રમણને કારણે કરાયું બંધ
  • આવતી કાલથી આગામી 30 તારીખ સુધી મંદિર ભક્તો માટે રહેશે બંધ
  • કોરોના સંક્રમણને કારણે ભવનાથ મહાદેવ મંદિર ભક્તો માટે કરાશે બંધ

સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ગીરી તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર આગામી 30 તારીખ સુધી ભક્તો માટે બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ દિવસો દરમિયાન મંદિરના પૂજારીઓ દ્વારા ધાર્મિક વિધિ અને આરતી સહિતના કાર્યક્રમો ભક્તોની હાજરી વગર કરવામાં આવશે.

કોરોના સંક્રમણને લઇને 30 એપ્રિલ સુધી ભાવનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

આ પણ વાંચોઃ બહુચરાજી માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે ગુરુપૂર્ણિમાએ રહેશે બંધ

ભવનાથ મહાદેવ મંદિર ભાવિકો માટે બંધ

સતત વધી રહેલા કરોના સંક્રમણને કારણે હવે વર્ષ 2020 જેવા ચિત્રો ફરી એક વખત સામે આવી રહ્યા છે. ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં તમામ ધાર્મિક સ્થાનો કોરોના સંક્રમણને કારણે બંધ જોવા મળતા હતા, ત્યારે ફરી એક વખત વર્ષ 2021માં આજ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે બુધવારથી કોરોના સંક્રમણને કારણે ગીરી તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર તમામ ભક્તો અને ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ખેડા વહીવટી તંત્ર દ્વારા 30 એપ્રિલ સુધી મંદિરો બંધ રાખવાનો લેવાયો નિર્ણય

30 તારીખ સુધી તમામ ધાર્મિક વિધિ મંદિરના ભૂદેવો નિભાવશે

16 દિવસ સુધી ભવનાથ મહાદેવ મંદિર બંધ રહેશે. આ દિવસો દરમિયાન એક પણ ભાવી ભક્તજનોને મંદિર પરિસરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં, ત્યારે આ દિવસો દરમિયાન ભગવાન ભવનાથ મહાદેવની આરતી સહિત તમામ ધાર્મિક અને વિધિના કાર્યો મંદિરના પૂજારીઓ દ્વારા નિયમિત રીતે કરવામાં આવશે. આરતી પણ દરરોજ નિર્ધારિત સમયે કરવામાં આવશે પરંતુ તેમાં કોઈપણ ભાવિક ભક્તજનોને પ્રવેશ આપવામાં આવેશે નહી. આગમ 30 એપ્રિલ બાદ મંદિર ટ્રસ્ટ અને સરકાર જે દિશાનિર્દેશો આપે તેના પૂરતા અભ્યાસ કર્યા બાદ મંદિર ફરી એક વખત ભાવિ ભક્તો અને દર્શનાર્થીઓ માટે ખોલવું કે, નહીં તેનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે, ત્યાં સુધી ભવનાથ મહાદેવ મંદિર તમામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

Last Updated : Apr 13, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.