જૂનાગઢઃ આદિ-અનાદિ કાળથી ભવનાથની ગિરિ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનો સોમવારને નોમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ષોથી આ મેળામાં નોમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવની વિશેષ પૂજા અને ત્યારબાદ ગિરનાર મંડળના સાધુઓની હાજરીમાં ધ્વજારોહણ કરીને આ મેળાને વિધિવત ખુલ્લો મુકવામાં આવતો હોય છે.
પારંપારિક રીતે ભવનાથમાં યોજાતા ‘મહાશિવરાત્રી મેળા’નો પ્રારંભ આ વર્ષે પણ ભવનાથ મંડળના સાધુ સંતોની હાજરીમાં આ મેળાને સોમવારના રોજ વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સોમવારથી પાંચ દિવસ સુધી ભવનાથની ગિરિ તળેટી હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી ગુંજતી જોવા મળશે.
પારંપરિક ભવનાથમાં યોજાતા તો આવતો મહાશિવરાત્રી મેળો થયો પ્રારંભ ભવનાથમાં યોજાતા આવતા મેળાને ભોજન ભજન અને ભકિતના ત્રિવેણી સંગમ રૂપે ઉજવવામાં આવે છે. આ મેળામાં ભાગ લેતા અઘોરી, સાધુ-સંતો તેમજ શિવભક્તોને ભાવથી ભોજન અને ભજનનો પ્રસાદ આપવામાં આવે છે. આ ભોજન અને ભજનના પ્રસાદ થકી જ અહીં આવતો દરેક ભક્ત શિવમય બની જાય છે, તેથી જ ગીરી તળેટીને જીવ અને શિવના મિલનનું એક પર્યાય પણ માનવામાં આવે છે. જેને કારણે આ મેળો ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. જેને કારણે આ મેળામાં દેશ અને દુનિયામાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો ભાગ લઈને આ મેળાને ધાર્મિક વિધિ વિધાન સાથે પૂર્ણ કરે છે.
પારંપરિક ભવનાથમાં યોજાતા તો આવતો મહાશિવરાત્રી મેળો થયો પ્રારંભ