જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે આયોજિત વર્ષા વિજ્ઞાન મંડળના આગાહીકારોની એક બેઠક ચોમાસા પૂર્વે આયોજિત કરવામાં આવી હતી.આ બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી 50 કરતાં વધુ આગાહીકારો એકઠા થઇ અને આગામી ચોમાસુ તેમજ વરસાદનો વર્તારો અને વરસાદનું પ્રમાણ કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી હતી.
પરંપરાગત આગાહી કરતા આવતા આગાહીકારો છેલ્લા ઘણા વર્ષથી કૃષિ યુનિવર્સિટીમાં આવીને વરસાદ અંગે તેની આગાહીઓ કરતા હોય છે. આગાહીકારો વર્ષ દરમિયાન અવકાશ વનસ્પતિની સ્થિતિ પવનની દિશા પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ સહિતની કેટલીક બાબતોનું ખૂબ ગંભીરતાથી અને ઝીણવટભર્યુ નિરીક્ષણ કરે છે. જે પરથી નિરીક્ષણ અને અંતે ચોમાસાનું પૂર્વાનુમાન કરતા હોય છે.
વર્ષો પહેલા જ્યારે વર્ષા વિજ્ઞાનને લઈને કોઈ સચોટ આગાહી કરવા માટેના સાધનો અને ઉપકરણો ન હોતા ત્યારથી આવી દેશી પદ્ધતિથી વરસાદની આગાહી કરનાર આગાહીકારો ચોમાસાના વરતારાની આગાહીઓ કરી આવ્યા છે. જે આજે પણ જોવા મળી રહી છે. હાલ વર્ષા વિજ્ઞાનને લઈને આધુનિક સંશોધનો થયા છે. જે નવા સાધનો પણ વર્ષા વિજ્ઞાન મંડળ પાસે આવી ગયા છે.
તેવામાં વરસાદને લઈને સચોટ આગાહી કરવા માટે હજુ એક પણ પદ્ધતિ કે જે એક પણ યંત્ર 100 ટકા કાર્યક્ષમ છે. તેવું આજના દિવસે કરી શકાય તેમ નથી. પરંતુ વર્ષોથી દેશી પદ્ધતિને આધીન આગાહી કરતા આગાહીકારો આજે ફરી એક વખત જૂનાગઢમાં એકઠા થયા હતા. જેઓ આગામી ચોમાસુ મધ્યમથી સારું રહે તેવી આગાહી કર્યા છે.