ETV Bharat / state

જૂનાગઢમાં આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં તપાસ હાથ ધરાઈ, અનિયમિતતાઓ સામે આવી

છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદીને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે પુરવઠા વિભાગના આદેશ બાદ જૂનાગઢમાં આવેલા ગોડાઉનની તપાસ કરતા તેમાંથી કેટલીક અનિયમિતતાઓ બહાર આવી રહી છે. જેને લઇને પુરવઠા વિભાગ સમગ્ર મામલાની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવાની ખેડૂતોને હૈયા ધારણા આપી હતી.

jnd
જૂનાગઢ
author img

By

Published : Feb 1, 2020, 5:37 PM IST

જૂનાગઢ : છેલ્લા બે દિવસથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી સામે સ્થાનિક ખેડૂતોએ પોતે ખરીદી પ્રક્રિયા પર થતા સવાલો પર રાજ્યના પુરવઠા વિભાગે સમગ્ર મામલાને લઈને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેના ભાગરૂપે જૂનાગઢના ગાંધીગ્રામમાં પૂરવઠા વિભાગના ગોડાઉનમાંથી તપાસ કરવામાં આવતા અહીંથી મગફળીની ગુણવત્તાને લઇને સવાલો અને શંકા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. તેમાં હવે હકીકત હોય તેવું બહાર આવી રહ્યું છે. આજની તપાસ દરમિયાન મગફળીમાં કોઈ મોટા પ્રમાણમાં ભેળસેળ માલૂમ પડી ન હતી. પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ધારાધોરણ મુજબની મગફળીનું સેમ્પલ તપાસને અંતે નિષ્ફળ રહેતા હવે સમગ્ર મામલામાં તપાસ કરવાની પુરવઠા અધિકારીએ ખાતરી આપી હતી.

જૂનાગઢમાં આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં કરવામાં આવી તપાસના અંતે કેટલીક અનિયમિતતા આવી બહાર

જે તે સમયે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. તેમાં નિર્ધારિત કરેલા મૂલ્ય મુજબ પ્રતિ 100 ગ્રામ મગફળીમાં 65 ગ્રામ બિયારણ અને ઉતારો હોવો જોઈએ. જેની તપાસ કરતા પ્રતિ 100 ગ્રામ મગફળીમાં 61 ગ્રામ જેટલો ઉતારો આવ્યો હતો. જેમાં 4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકારે જે ધારાધોરણ ખરાબ મગફળીનું રાખ્યું હતું. તેનું આજે 3.5 ગ્રામ જોવા મળ્યું છે. જે નિર્ધારિત કરેલા 2% ટકા કરતા વધુ જોવા મળી રહ્યું છે. ઉપરાંત કેટલીક બોરીઓમાં વજનને લઇને પણ સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં પણ કોઈ ગોલમાલ થઈ હશે તો તપાસ બાદ કસૂરવારો સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.

આજે જે પ્રકારે મગફળીની ખરીદીમા અનિયમિતતા જોવા મળી હતી. જેને પગલે પુરવઠા અધિકારીએ સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરવાની ખાતરી આપી હતી. તેમજ CCTVથી લઈને તમામ દાર્શનિક પુરાવાઓ એકત્ર કરી અને તેનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ સમગ્ર મામલામાં ક્યાં ગોલમાલ થઈ છે. અને ગોલમાલ કરનાર પાછળ કોનું ભેજું કામ કરે છે. તેને લઈને આગામી દિવસોમાં તપાસ કમિટી રિપોર્ટ સુપરત કરશે. તેના બાદ તમામ કસૂરવારો સામે આકરા પગલાં ભરવાની ખાતરી આપી હતી.

Intro:છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં ટેકાની મગફળી સરકાર માટે ચિંતાનો વિષય બની હતી જેમાં આજે તપાસ કરતા ખરીદીની કેટલીક અનિયમિતતા જોવા મળી હતી

Body:છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદી ને લઈને અનેક સવાલો ઊભા થયા હતા ત્યારે આજે પુરવઠા વિભાગના આદેશ બાદ જૂનાગઢમાં આવેલા ગોડાઉનની તપાસ કરતા તેમાંથી કેટલીક અનિયમિતતાઓ બહાર આવી રહી છે જેને લઇને પુરવઠા વિભાગ સમગ્ર મામલાની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવાની ખેડૂતોને હૈયા ધારણા આપી હતી

છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી સામે સ્થાનિક ખેડૂતોએ ભરત કરીને પોતે ખરીદી પ્રક્રિયા પર કરતા રાજ્યના પુરવઠા વિભાગે સમગ્ર મામલાને લઈને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો જેના ભાગરૂપે આજે જૂનાગઢના ગાંધીગ્રામમાં પૂરવઠા વિભાગના ગોડાઉનમાંથી તપાસ કરવામાં આવતા અહીંથી મગફળીની ગુણવત્તાને લઇને સવાલો અને શંકા ગઇ કાલે ખેડૂતોએ વ્યક્ત કરી હતી તેમાં હવે હકીકત હોય તેવુ બહાર આવી રહ્યું છે આજની તપાસ દરમિયાન મગફળીમાં કોઈ મોટા પ્રમાણમાં ભેળસેળ માલૂમ પડી ન હતી પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ધારાધોરણ મુજબ ની મગફળી નું સેમ્પલ તપાસને અંતે નિષ્ફળ રહેતા હવે સમગ્ર મામલામાં તપાસ કરવાની પુરવઠા અધિકારીએ ખાતરી આપી હતી

જે તે સમયે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી તેમાં નિર્ધારિત કરેલા મૂલ્ય મુજબ પ્રતિ 100 ગ્રામ મગફળીમાં ૬૫ ગ્રામ બિયારણ અને ઉતારો હોવો જોઈએ જેની આજે તપાસ કરતા પ્રતિ 100 ગ્રામ મગફળીમાં ૬૧ ગ્રામ જેટલો ઉતારો આવ્યો હતો જેમાં ૪ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ સરકારે જે ધારા ધોરણ ખરાબ મગફળીનું રાખ્યું હતું તેનું આજે 3.5 ગ્રામ જોવા મળ્યું છે જે નિર્ધારિત કરેલા 2% ટકા કરતા વધુ જોવા મળી રહ્યું છે ઉપરાંત કેટલીક બોરી ઓમાં વજનને લઇને પણ સવાલો કરવામાં આવ્યા હતા જેમાં પણ કોઈ ગોલમાલ થઈ હશે તો તપાસ બાદ કસૂરવારો સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી

આજે જે પ્રકારે મગફળીની ખરીદીમા અનિયમિતતા જોવા મળી હતી જેને પગલે પુરવઠા અધિકારીએ સમગ્ર મામલાની ગંભીરતા પૂર્વક અને તલસ્પર્શી તપાસ કરવાની ખાતરી આપી હતી અને સીસીટીવી થી લઈને તમામ દાર્શનિક પુરાવાઓ એકત્ર કરી અને તેનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ સમગ્ર મામલામાં ક્યાં ગોલમાલ થઈ છે અને ગોલમાલ કરનાર પાછળ કોનું ભેજું કામ કરે છે તેને લઈને આગામી દિવસોમાં તપાસ કમિટી રિપોર્ટ સુપરત કરશે તેના બાદ તમામ કસૂરવારો સામે આકરા પગલાં ભરવાની ખાતરી આપી હતી

બાઈટ 1 મનીષ નંદાણીયા સદસ્ય જિલ્લા પંચાયત જૂનાગઢ

બાઈટ 2 કિશોરભાઈ પટોળીયા ખેડૂત જુનાગઢ

બાઈટ ૩ એન પી ગોવાણી પુરવઠા અધિકારી જૂનાગઢ ( આ બાઈટ રિપોર્ટર એપથી મોકલું છું )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.