ETV Bharat / state

જૂનાગઢ મનપામાં વિકાસના કામોને આપવામાં આવી મંજુરી, નવા વર્ષે એક કરોડ કરતા વધુના કામને કરાયા મંજૂર

જૂનાગઢ મનપા દ્વારા ગત જનરલ બોર્ડમાં જયશ્રી રોડથી શરૂ કરીને દાતાર રોડ સુધીના માર્ગ પર લાઈટ સહિત અન્ય સુવિધા ઉભા કરવા માટે 80 લાખ કરતા વધુનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બિલખા રોડ અને ભૂતનાથ રોડ મળીને સ્ટ્રીટ લાઈટો અને અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને એક કરોડ કરતા વધુના કામોને મંજૂરી આપવામાં આવી છે.

junagadh
junagadh
author img

By

Published : Dec 31, 2020, 3:58 PM IST

  • સ્ટેન્ડિંગ ચેરમેને રાકેશ ધુલેશીયાએ વિકાસના કામોને લઈને આપી માહિતી
  • શહેરના બીલખા અને ભૂતનાથ રોડ પર સ્ટ્રીટ લાઈટ અને રોડના નવીનીકરણને લઈને ફાળવ્યા એક કરોડ કરતાં વધુની રકમ
  • કેટલાક માધ્યમોમાં આવેલા સમાચારોને સત્ય અને હકીકતથી વેગડા ગણાવતા ચેરમેન રાકેશ ધુલેશીયા
  • જૂનાગઢ મનપાની સ્થાઈ સમિતિએ વધુ એક કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારી

જૂનાગઢઃ જૂનાગઢ મનપા દ્વારા આગામી દિવસોમાં શહેરના બિલખા રોડથી શરૂ કરીને ભુતનાથ રોડ સુધી માર્ગના નવીનીકરણ તેમજ નવી સ્વીટ લાઈટ અને તેના ઇલેક્ટ્રિફિકેશનના કામોને લઈને અંદાજિત એક કરોડ કરતાં વધુની રકમ ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં જ્યારે જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ બોલાવવામાં આવશે ત્યારે આ વિકાસના કામો સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે મંજૂર કર્યા છે તેના પર અંતિમ મંજૂરીની મહોર લાગવા મારવામાં આવશે. ત્યારબાદ બિલખા રોડથી લઈને ભૂતનાથ મંદિર રોડ સુધીના માર્ગનું નવીનીકરણ સાથે નવા સ્ટ્રીટલાઇટના થાંભલાઓ અને અન્ય ઇલેક્ટ્રિફિકેશનની સુવિધાઓ ઊભી કરવાનો ઠરાવ જૂનાગઢ મનપાને સ્થાઈ સમિતિએ સર્વાનુમતે કર્યો છે.

કેટલાંક માધ્યમોમાં આવેલા સમાચારો સત્ય અને હકીકતથી વેગડા

આજે કેટલાક માધ્યમોમાં રકમની ફાળવણીને લઇને સમાચારો પ્રસિદ્ધ થયા છે. આ સમાચારો સત્ય અને હકીકતથી વેગડા અને અવ્યવસ્થા ફેલાવતા હોવાનું જણાવતાં ચેરમેન રાકેશ ધુલેશીયાએ કહ્યું હતું કે, માધ્યમોમાં સમાચાર આવ્યા છે તે મુજબ એકના એક કામનું બે વખત ટેન્ડર કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલામાં કૌભાંડ છે. સમગ્ર મામલાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા સાથે વાત કરતાં તેઓ જે માધ્યમોમાં સમાચાર પ્રસિદ્ધ થયા છે તેને રદિયો આપીને જણાવ્યું કે ભૂતકાળમાં જે 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તે જયશ્રી અને દાતાર રોડ પર સ્ટ્રીટ લાઈટ અને માર્ગના નવીનીકરણ તેમજ અન્ય સુવિધાઓ ઉભી કરવા માટેની રકમ ફાળવવામાં આવી હતી.

બુધવારે જે એક કરોડની રકમ ફાળવવામાં આવી છે તે રકમ બિલખા રોડથી લઈને ભૂતનાથ મંદિર રોડ સુધીના માર્ગના નવીનીકરણ અને તેમાં આવતા સ્ટ્રીટ લાઈટના થાંભલા અને અન્ય સુવિધાઓ ઉભી કરવા માટે ફાળવવામાં આવી છે. રાકેશ ધુલેશીયાએ વધુમા જણાવ્યું કે જે માધ્યમો ભ્રષ્ટાચારનો દાવો કરી રહ્યા છે તે બિલકુલ સત્યથી વેગડા અને હકીકતથી ખૂબ દૂર છે. બંને અલગ-અલગ કામોને લઇને અલગ-અલગ ટેન્ડર કરવામાં આવ્યા છે અને બન્ને કામોની રકમ અલગ અલગ ફાળવવામાં આવી છે. આમ, કોઈ એક કામને લઈને બે વખત રકમ ફાળવવામાં આવી હોય તેવું ક્યારેય બન્યુ નથી. જે માધ્યમોમાં સમાચારો પ્રસિદ્ધ થયેલા છે તેમણે સમગ્ર મામલાને લઈને રદિયો આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.