જૂનાગઢ એશિયાનું સૌથી જૂનું સક્કરબાગ (Sakkarbaug Zoological Park) પ્રાણી જૂનાગઢમાં આવેલું છે. આ સકરબાગમાં પ્રાણીઓને જોવા લોકો દુર દુરથી આવતા હોય છે. ત્યારે પ્રાણીઓની(junagadh sakkarbaug zoo) પણ ખાસ જાળવણી રાખવી પડતી હોય છે. જેના કારણે ઝૂ સતાધીશો દ્વારા પ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે. શિયાળા દરમિયાન પશુ પક્ષી અને પ્રાણીઓને ભુખમાં વધારો થતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને (Animal food) ખોરાકમાં 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
વિભાજીત કરીને શિયાળામાં ખોરાકની જરૂરિયાત કુદરતી રીતે વધતી હોય છે. જેને ધ્યાને રાખીને સકરબાગ પ્રાણી સંગ્રહાલયના સત્તાધીશો દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓને ત્રણ અલગ અલગ માસાહારી શાકાહારી અને મિશ્રાહારી કક્ષામાં વિભાજીત કરીને તેને ખોરાક આપવાની પરંપરા જોવા મળે છે. પરંતુ શિયાળા દરમિયાન પ્રત્યેક પશુ પક્ષી અને પ્રાણીના ખોરાકમાં 20 ટકા જેટલો વધારો થાય છે. જેને ધ્યાને રાખીને આ વર્ષે પણ સક્કરબાગ પ્રાણી (Zoo Gujarat) સંગ્રહાલયના અધિકારીઓ (Sakkarbaug Zoological Park) દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકમાં 20 ટકાનો વધારો કરાયો છે.
ખોરાક તરીકે અપાય લીલુ ઘાસ ફળ ફ્રૂટ ઈડા અને માસ ખોરાક તરીકે અપાય છે. પશુ પક્ષીઓને પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકને લઈને સકરબાગ પ્રાણીસંગ્રહાલયના રેન્જ અધિકારી નીરવ કુમારે ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. અને તેમણે જણાવ્યું હતું કે શિયાળા દરમિયાન પ્રત્યેક પ્રાણીના ખોરાકમાં વધારો થાય છે. જેને ધ્યાને રાખીને તેમાં ૨૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. માંસાહારી પ્રાણીઓને(carnivorous animals) માસ ઈંડા અને મરઘી ખોરાક તરીકે આપવામાં આવે છે. તો શાકાહારી પ્રાણીઓને લીલું ઘાસ આપવામાં આવી રહ્યું છે. જેમાં 20% નો વધારો થયો છે.
ખોરાક વધારો તો કેટલાક પક્ષીઓ શાકાહારીની સાથે માંસાહારી પણ હોય છે. તેવા તમામ પક્ષીને ફળ ફ્રૂટ લીલા શાકભાજી અને ઈંડા ખોરાક તરીકે આપવામાં આવી રહ્યા હતા. જેમાં પણ 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ ખોરાક આપવાથી પ્રત્યેક પશુ પક્ષી કે પ્રાણી શિયાળાની ઠંડીમાં પોતાનું રક્ષણ કરી શકે અને શરીરનું તાપમાન જાળવી રાખવામાં આ ખોરાક મદદરૂપ બની શકે તે માટે 20 ટકાનો વધારો કરાયો છે.