ETV Bharat / state

રાજકારણના અજાતશત્રુ : જૂનાગઢના સૂર્યકાંત આચાર્યના જીવનની જાણી અજાણી વાતો - જૂનાગઢ નગરપાલિકા

જૂનાગઢના રાજકારણમાં અજાતશત્રુ તરીકે જાણીતા અને અનહદ લોકચાહના ધરાવતા નેતા એટલે સૂર્યકાંત આચાર્ય. સૂર્યકાંત આચાર્યએ જીવનભર આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કર્યું છે. ઉપરાંત જનસંઘના ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જાણો સૂર્યકાંત આચાર્યના જીવનની જાણી અજાણી વાતો ETV BHARAT ના અહેવાલમાં...

રાજકારણના અજાતશત્રુ
રાજકારણના અજાતશત્રુ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 12:29 PM IST

Updated : Dec 16, 2023, 1:10 PM IST

જૂનાગઢના સૂર્યકાંત આચાર્યના જીવનની જાણી અજાણી વાતો

જૂનાગઢ : રાજકારણના અજાત શત્રુ સૂર્યકાંત આચાર્ય જનસંઘના સમયથી જૂનાગઢ શહેરની સાથે આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત કામ કરતા આવ્યા છે. સૂર્યકાંત આચાર્યને આજે પણ જૂનાગઢની જનતા યાદ કરે છે. જનસંઘના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં પરાજય થયા બાદ પણ સૂર્યકાંત આચાર્યનું સરઘસ વિજેતા ઉમેદવારના ઠાઠ સાથે જૂનાગઢમાં નીકળ્યું હતું, જે તેમની લોકચાહનાને પ્રદર્શિત કરતું હતું.

રાજકારણના અજાતશત્રુ : જૂનાગઢના રાજકારણમાં જનસંઘના એક કાર્યકર સૂર્યકાંત આચાર્યનું નામ આજે પણ જૂનાગઢની જનતા ખૂબ જ આદર સાથે લઈ રહી છે. જનસંઘથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર સૂર્યકાંત આચાર્યએ જૂનાગઢની આઝાદીની સાથે ગુજરાતના આદિવાસી શિક્ષિત બને અને રોજગારી મેળવતા થાય તેને લઈને ખૂબ મોટું કામ કર્યું છે. સૂર્યકાંત આચાર્ય જ્યારે બીમાર હતા તે સમયે તેમના ખબર અંતર પૂછવા માટે આવેલા રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૂર્યકાંત ભાઈની નિષ્ઠાથી ખૂબ જ પ્રભાવિત હતા. જૂનાગઢ આવેલા નરેન્દ્ર મોદીએ ત્યારે તેમના શબ્દોમાં સૂર્યકાંતભાઈ વિશે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સૂર્યકાંતભાઈ અત્યારે વાત કરે તો મને એક જ સવાલ પૂછશે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની વિકાસની યોજના ક્યાં પહોંચી ? સૂર્યકાંત આચાર્ય આજે પણ તેમની બિન હયાતીમાં આટલું મોટું કદ ધરાવે છે.

આને કહેવાય લોકચાહના : આઝાદી બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસનો દબદબો અને એકચક્રી શાસન જોવા મળતું હતું. આવા સમયમાં વર્ષ 1967 માં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ સામે જનસંઘના ઉમેદવાર તરીકે સૂર્યકાંત આચાર્યએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. પરિણામના દિવસે સૂર્યકાંત આચાર્યનો 100 મતે પરાજય થયો હતો. જૂનાગઢના લોકો સૂર્યકાંત ભાઈની હાર ન થઈ શકે તે વાતને લઈને મત ગણતરી સેન્ટર પર આંદોલન પર ઉતાર્યા અને ફરીથી મત ગણતરી કરવામાં આવી હતી. જોકે અંતે સૂર્યકાંત આચાર્ય 100 મતથી જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી પરાજિત થયા હતા. સામાન્ય રીતે વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળવું જોઈએ પરંતુ તેની જગ્યા પર હારેલા ઉમેદવાર સૂર્યકાંત આચાર્યનું સરઘસ જૂનાગઢ શહેરમાં નીકળ્યું હતું. જે તે સમયે તેમના આ વ્યક્તિગતના દબદબાનો પુરાવો છે.

આદિવાસી સમાજના ઉત્થાન અર્થે સમર્પિત : આદિવાસી સમાજ ઉત્થાન માટે પણ સૂર્યકાંત આચાર્યએ ખૂબ કામ કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં આદિવાસીઓની વસ્તી આજે પણ નગણ્ય છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા બહુમતીમાં છે. આવા સમયે આદિવાસીઓના ઉત્થાનને લઈને સૂર્યકાંત આચાર્યએ ઘણા મહિનાઓ સુધી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સતત પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન આદિવાસી શિક્ષિત બને રોજગાર પ્રાપ્ત કરતા થાય તેને લઈને પણ ખૂબ કામ કર્યું હતું. એક વર્ષ સુધી તેમણે ખાનપુરમાં આવેલા જનસંઘના કાર્યાલયમાં રોકાણ કરીને સામાન્ય લોકોની ચિંતા કરી અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ થાય તે માટે પણ કામ કર્યું હતું.

જૂનાગઢ નગરપાલિકા સુપરસીડ કેસ : જૂનાગઢ નગરપાલિકામાં જનસંઘ સતા પર હતું, આવા સમયે હેમાબેન આચાર્ય નગરપાલિકાના પ્રમુખ તરીકે હતા. ત્યારે જકાત આકારણીને લઈને નગરપાલિકાની ભૂલ થતાં જે તે સમયની રાજ્ય સરકારે જૂનાગઢ નગરપાલિકાને સુપરસીડ કરી હતી. આવા સમયે કાયદાકીય રીતે લડત આપવા માટે જે તે સમયના કોંગ્રેસ સરકારના કાયદાપ્રધાન દિવ્યકાન્ત નાણાવટીની મદદ લીધી હતી.

શા માટે અજાતશત્રુ કહેવાયા ? દિવ્યકાન નાણાવટીએ કાયદાશાસ્ત્રી તરીકે જૂનાગઢ નગરપાલિકાનો કેસ લડીને નગરપાલિકાને સુપરસીડ થતી બચાવી હતી. આ સમયે દિવ્યકાન્ત નાણાવટી ગુજરાતમાં કોંગ્રેસની સરકારના કાયદાપ્રધાન તરીકે કામ કરી રહ્યા હતા. તેમ છતાં તેમણે સૂર્યકાંત આચાર્યના વ્યક્તિત્વને નજર સામે રાખીને રાજકીય પક્ષ અને અન્ય પાસાને બાજુ પર રાખીને કાયદાકીય લડતમાં વિજય અપાવ્યો હતો.

  1. Junagadh News : જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં ધાર્મિક સ્થળોના ડિમોલેશનનો મુદ્દો ચર્ચાયો, રજાક હાલાએ કરી આ માગણી
  2. કેશોદના સ્મશાનમાં રીપેરીંગ કામ શરૂ કરાયું, સાત મહિના પહેલા જ થયું હતુ બાંધકામ

Last Updated : Dec 16, 2023, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.