ETV Bharat / state

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને સરગવાના સંશોધનમાં મળી મોટી સફળતા - gujaratinews

જૂનાગઢ: શહેરમાં આવેલી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ખોરાક, ઔષધ અને નિયમન પ્રયોગશાળાએ સરગવાના સંશોધનમાં ખૂબ મોટી સફળતા મેળવી છે. જેમાં સરગવાની સીંગ પર કરવામાં આવેલા સંશોધનને અંતે શ્રેષ્ઠ પરિણામો મળ્યા છે. સંશાધન બાદ સરગવાના કેટલાક ભાગો કેન્સર સહિતના જટિલ રોગોના ઈલાજ માટે અક્સીર હોવાનું તારણ મળી આવ્યું હતું.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને સરગવાના સંશોધનમાં મળી મોટી સફળતા
author img

By

Published : Jun 28, 2019, 8:33 PM IST

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ખોરાક અને ઔષધ નિયમન પ્રયોગશાળાને બે વર્ષની મહેનત બાદ ખૂબ મોટી સફળતા મળી હતી. છેલ્લા બે વર્ષથી સરગવાના વિવિધ ભાગો જેવા કે સરગવાનું મૂળ, સરગવાની છાલ, સરગવાનું ફળ, સરગવાના પાન અને સરગવાની સીંગ પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરગવાની સીંગના બાહ્ય આવરણ અને તેના બીજ પર કરવામાં આવેલું સંશોધન સફળ રહેતા એગ્રીકલ્ચર યુનિવર્સિટીને સફળતા મળી છે.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને સરગવાના સંશોધનમાં મળી મોટી સફળતા

સરગવાની સીંગ અને તેના બાહ્ય આવરણ પર કરવામાં આવેલું સંશોધન અનેક રોગો સામે અક્સીર સાબિત થયું છે. સરગવાની સીંગ અને તેનું સેવન કરવાથી ઘણા ખરા રોગો શરીરમાં પ્રવેશતા જ નથી તેવું તારણ મળી આવ્યું હતું. સરગવામાંથી મળતું વિટામીન-C લીંબુ કે અન્ય ખાદ્ય પદાર્થમાં જે પ્રમાણે હોય છે તેના કરતાં પાંચથી સાત ગણું વધારે જોવા મળ્યું હતું. સામાન્ય સંજોગોમાં લીંબુ, સંતરા અને મોસંબીને વિટામીન-Cના સોર્સ તરીકે માનવામાં આવે છે. પરંતુ સરગવામાં લીંબુ, મોસંબી અને સંતરા કરતા પણ વધુ માત્રામાં વિટામિન-Cની હાજરી જોવા મળી હતી.

પ્રયોગશાળાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું ફળીભૂત થયું હતું કે, સરગવાની સીંગનું આવરણ અને તેના બીજમાં રહેલા તત્વો મહિલાઓમાં જોવા મળતાં બ્રેસ્ટ કેન્સરના કોષોને જળમૂળમાંથી નાબૂદ કરી શકે તેવા શક્તિશાળી જોવા મળ્યા હતા. તે માટે સરગવાની સીંગનું સેવન કેન્સર ધરાવતા દર્દીઓ પણ કરે તો તેને કેન્સરમાંથી મુક્તિ મળી જાય તેવી શક્યતાઓ હાલ ઉદ્ભવી રહી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વખતોવખત ઘણા સંશોધનો કરવામાં આવ્યા હતા. આ સંશોધનોના અંતે કેટલાક પરિણામો લોક ઉપયોગી અને તબીબી વિજ્ઞાન માટે પણ આવકારદાયક હતા. થોડા વર્ષ પહેલા ગૌમૂત્ર પર કરેલા સંશોધનને અંતે એક ચોંકાવનારૂં સંશોધન પણ બહાર આવ્યું હતું. જે તે સમયે કરવામાં આવેલા સંશોધનમાં ગૌમૂત્રમાં પણ સોનાની હાજરી હોવાની પરખ થઇ હતી. આ સંશોધન પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે ખૂબ મહત્વનું હતું. ત્યારે આજે ફરી વખત સરગવા પર કરેલા સંશોધન અને તેના તારણો બાદ સરગવામાં કેન્સરના કોષોને નાશ કરવાની શક્તિ જોવા મળી હતી. જેને લઇને ફરી એક વખત જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેની વિશેષ સિદ્ધિઓને લઈને સમગ્ર કૃષિ જગત માટે ઉદાહરણીય કામ કરી રહી છે.

Intro:જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી ને સરગવાના સંશોધનમાં મળી મોટી સફળતા

Body:જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી ની ખોરાક ઔષધ અને નિયમન પ્રયોગશાળા અને મળી સરગવાના સંશોધનમાં ખૂબ મોટી સફળતા સરગવાની સીંગ પર કરવામાં આવેલા સંશોધનને અંતે મળ્યા શ્રેષ્ઠ પરિણામો સંશોધન બાદ સરગવાના કેટલાક ભાગો કેન્સર સહિતના જટિલ રોગો ના ઈલાજ માટે અક્સીર હોવાનું તારણ મળી આવ્યું હતું

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી ની ખોરાક અને ઔષધ નિયમન પ્રયોગશાળા ને બે વર્ષની મહેનત બાદ ખુબ મોટી કહી શકાય તેવી સફળતા મળી હતી છેલ્લા બે વર્ષથી સરગવા ના વિવિધ ભાગો જેવા કે સરગવાનું મૂળ સરગવાની છાલ સરગવા નું ફળ સરગવાના પાન અને સરગવાની સીંગ પર સંશોધન હાથ ધરાયું હતું.જેમાં સરગવાની સીંગ ના બાહ્ય આવરણ અને તેના બી પર કરવામાં આવેલું સંશોધન સફળ રહેતા એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ખૂબ મોટી સફળતા મળી છે

છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટીના અધ્યાપકો સરગવા પર સંશોધન કરી રહ્યા હતા જેમાં આજે બે વર્ષ બાદ કહી શકાય તેવી સફળતા મળી છે સરગવાની સિંગ અને તેના બાહ્ય આવરણ પર કરવામાં આવેલું સંશોધન અનેક રોગો સામે અકસીર છે તેમજ સરગવાની સિંગ અને તેનું સેવન કરવાથી ઘણા ખરા રોગો શરીરમાં પ્રવેશતા જ નથી તેવું તારણ મળી આવ્યું હતું સરગવામાંથી મળતું વિટામીન સી લીંબુ કે અન્ય ખાદ્ય પદાર્થમાં જે પ્રમાણે હોય છે તેના કરતાં પાંચથી સાત ગણું વધારે જોવા મળ્યું હતું સામાન્ય સંજોગોમાં લીંબુ સંતરા અને મોસંબી અને વિટામીન સીના સોર્સ તરીકે માનવામાં આવે છે પરંતુ સરગવામાં લીંબુ મોસંબી અને સંતરા કરતા પણ વધુ માત્રામાં વિટામિન સી ની હાજરી જોવા મળી હતી પ્રયોગશાળાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું ફળીભૂત થયું હતું કે સરગવાની સિંગ નું આવરણ અને તેના બી માં રહેલા તત્વો મહિલાઓમાં જોવા મળતાં બ્રેસ્ટ કેન્સરના કોષોને જળમૂળ માંથી નાબૂદ કરી શકે તેવા શક્તિશાળી જોવા મળ્યા હતા માટે સરગવાની સિંગ નું સેવન કેન્સર ધરાવતા દર્દીઓ પણ કરે તો તેને કેન્સર માંથી મુક્તિ મળી જાય તેવી શક્યતાઓ હાલ ઉદ્ભભવી છે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વખતોવખત ઘણા સંશોધનો કરવામાં આવ્યા હતા આ સંશોધનોના અંતે કેટલાક પરિણામો લોક ઉપયોગી અને તબીબી વિજ્ઞાન માટે પણ આવકારદાયક હતા થોડા વર્ષ પહેલા ગૌમૂત્ર પર કરેલા સંશોધનને અંતે એક ચોંકાવનારું સંશોધન પણ બહાર આવ્યું હતું જે તે સમયે કરવામાં આવેલા સંશોધનમાં ગૌમૂત્રમાં પણ સોનાની હાજરી હોવાની પરખ થઇ હતી આ સંશોધન પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે ખૂબ મહત્વનું હતું ત્યારે આજે ફરી વખત સરગવા પર કરેલા સંશોધન અને તેના તારણો બાદ સરગવામાં કેન્સરના કોષોને નાશ કરવાની શક્તિ જોવા મળી જેને લઇને ફરી એક વખત જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેની વિશેષ સિદ્ધિઓ ને લઈને સમગ્ર કૃષિ જગત માટે ઉદાહરણીય કામ કરી રહી છે

બાઈટ _ 01 ડો, શ્રદ્ધા ભટ્ટ અધ્યાપક ખોરાક અને ઔષધ નિયમન પ્રયોગશાળા એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.