ETV Bharat / state

રાજ્ય સરકારની મધ્યસ્થી બાદ જૂનાગઢમાં માલધારી સમાજનું આંદોલન સમેટાયું - The movement of Maldhari society

જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજની માગણીઓ પર વિચાર કરવાની ખાતરી અપાયા બાદ જૂનાગઢમાં ચાલી રહેલું માલધારી સમાજનું આંદોલન આખરે સમેટાઈ ગયું છે. માલધારી સમાજના મ્યાજણભાઈ હુણે આત્મહત્યા કરી લેતા સમગ્ર માલધારી સમાજ રાજ્ય સરકાર સામે આંદોલનના માર્ગે ચડ્યો હતો.

Junagadh
માલધારી સમાજનું આંદોલન
author img

By

Published : Jan 18, 2020, 6:11 PM IST

Updated : Jan 18, 2020, 9:16 PM IST

જૂનાગઢ શહેરમાં ગત 24 કલાકથી માલધારી સમાજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આંદોલન કરવામાં આવી રહ્યું હતું. જેમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે રાજ્ય સરકાર તરફથી મધ્યસ્થી કરતા માલધારી સમાજે સરકાર દ્વારા આપવામાં આવેલા વિશ્વાસ પ્રત્યે સંતોષ વ્યક્ત કરીને તેમનું આંદોલન પૂર્ણ જાહેર કર્યું હતું.

ગઈ કાલે માલધારી સમાજના મ્યાજણભાઈ હુણે તેમના બન્ને પુત્રોને લોક રક્ષક દળની ભરતીમાં જે પ્રકારે અન્યાય થયો હતો. તેના આઘાતમાં સરકારી કચેરીમાં ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. ત્યારબાદ માલધારી સમાજ સરકાર પ્રત્યે રોષે ભરાયો હતો અને મૃતકનો દેહ સ્વીકારવાનો ઈનકાર કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આંદોલન પર ઊતરી ગયો હતો. છેલ્લા 24 કલાકથી સરકાર અને માલધારી સમાજ વચ્ચે LRD ભરતીને લઈને જે અસંતોષ સર્જાયો હતો તેમાં આજે સુખદ અંત આવ્યો છે.

રાજ્ય સરકારની મધ્યસ્થી બાદ જૂનાગઢમાં માલધારી સમાજનું આંદોલન સમેટાયું

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, જૂનાગઢના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમાની હાજરીમાં માલધારી સમાજના અગ્રણીઓ વચ્ચે બે કલાક બંધબારણે બેઠક યોજાઇ હતી. જેમાં સમાધાન થતા મૃતક મ્યાજણ ભાઈના મૃતદેહને સ્વીકારવાની સમાજે તૈયારી દર્શાવી હતી.

Intro:માલધારી સમાજનો આંદોલન અંતે થયું પૂર્ણ રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજને માંગો પર વિચાર કરવાની ખાત્રી મળતા આંદોલન સમેટાયું હતું

Body:છેલ્લા ૨૪ કલાકથી જૂનાગઢમાં માલધારી સમાજના મ્યાજણભાઈ હુણે આત્મહત્યા કરી લેતા સમગ્ર માલધારી સમાજ સરકાર સામે આંદોલનના માર્ગે વળીયો હતો છેલ્લા ૨૪ કલાકથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આંદોલન કરવામાં આવી રહ્યું હતું જેમાં આજે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે સરકાર તરફથી મધ્યસ્થી કરતા માલધારી સમાજે સરકાર દ્વારા આપવામાં આવેલા વિશ્વાસ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરીને તેમનું આંદોલન પૂર્ણ જાહેર કર્યું હતું

ગઈ કાલે માલધારી સમાજના મ્યાજણભાઈ હુણે તેમના બન્ને પુત્રોને લોક રક્ષક દળ ની ભરતી માં જે પ્રકારે અન્યાય થઈ રહ્યો હતો તેના આઘાતમાં સરકારી કચેરીમાં ગળેફાંસો લગાવી ને આપઘાત કર્યો હતો ત્યારબાદ માલધારી સમાજ સરકાર પ્રત્યે રોષ એ ભાઈને મૃતકના નિષ્પ્રાણ દેહને સ્વીકારવાનો ઈનકાર કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આંદોલન પર ઊતરી ગયો હતો છેલ્લા ૨૪ કલાકથી સરકાર અને માલધારી સમાજ વચ્ચે એલઆરડી ભરતી ને લઈને જે પ્રકારે ડેડ લોક સર્જાયો હતો તેમાં આજે સુખદ અંત આવ્યો હોય એવું લાગે છે આજે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક જૂનાગઢના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા ની હાજરીમાં માલધારી સમાજના અગ્રણીઓ અને ભુવાઆતા વચ્ચે બે કલાક બંધબારણે બેઠક યોજાઇ હતી જેમાં સમાધાન થતા મૃતક મૈયા જણ ભાઈના મૃતદેહને સ્વીકારવાની સમાજે તૈયારી દર્શાવી હતી

સમગ્ર આંદોલનને લઈને સરકાર અને માલધારી સમાજ વચ્ચે ખૂબ જ ઘર્ષણનો વાતાવરણ ઊભું થતું જતું હતું જેને ધ્યાને લઈને સરકારના પ્રતિનિધી તરીકે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે સરકાર તરફથી માલધારી સમાજ વચ્ચે આવીને મધ્યસ્થતા ની તૈયારી દર્શાવી હતી અંદાજિત બે કલાક જેટલી ચાલેલી આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી જિલ્લા પોલીસ વડા સૌરભ સિંહ જૂનાગઢના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા અને માલધારી સમાજ ના ભુવા આતા અને અગ્રણીઓની વચ્ચે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે માલધારી સમાજની પહેલી માંગણી મુજબ સમગ્ર ઘટનાને લઇને પોલીસ એફઆઈઆર કરવામાં આવે ત્યારબાદ મૃતકના બંને પુત્રોને સરકાર નોકરી આપે તેમ જ માલધારી સમાજના જે પણ ઉમેદવારો નોકરીથી વંચિત છે તેના પ્રત્યે સરકાર સકારાત્મક અભિગમ દાખવે તે બાબતે ગહન ચર્ચાઓ થઈ હતી

આ બેઠકના અંતે સર્વ સંમતિથી નિર્ણય કરવામાં આવ્યા હતા જે પૈકી પ્રથમ નિર્ણય સમગ્ર ઘટનાને લઈને જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાની તજવીજ આજથી શરૂ કરવામાં આવશે બાકી રહેતી અન્ય બે માંગો જેવી કે મૃતકના બંને પુત્રોને સરકાર નોકરી આપે તેમજ માલધારી સમાજના નોકરીવાંચ્છુ જે યુવાનો આંદોલન કરી રહ્યા છે તેમના પ્રત્યે હકારાત્મક વલણ દાખવવામાં આવે આ બંને માંગને લઇને આગામી 26મી જાન્યુઆરી બાદ રાજ્ય સરકાર અને માલધારી સમાજ તેમજ પ્રતિનિધિમંડળ સાથે બેઠકો કરીને યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપવામાં આવી હતી સરકાર દ્વારા આપવામાં આવેલી આ ખાતરીથી માલધારી સમાજને સંતોષ થતા અંતે છેલ્લા ૨૪ કલાકથી ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો

સમાધાનની ફોર્મ્યુલા મુજબ પોરબંદરના સાંસદ રમેશ ધડુક જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને માલધારી અગ્રણી રણછોડભાઇ રબારી ની ચાર સભ્યોની કમિટી બનાવવાની આજે જાહેરાત કરવામાં આવી હતી આ કમિટી મુખ્યપ્રધાન અને રાજ્ય સરકાર સાથે આગામી ૨૬મી તારીખે બેઠકો યોજીને સમગ્ર મામલે કોઈ અંતિમ અને નક્કર નિર્ણય કરે તેને લઈને માલધારી સમાજે પણ તેની સ્વીકૃતિ આપી હતી ત્યારબાદ 24 કલાક થી ચાલતા આંદોલનના અંતે સુખદ સમાધાન માં પરિણમીને સમેટાયું હતું

Conclusion:
Last Updated : Jan 18, 2020, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.