જૂનાગઢઃ હાલ કોરોનાની મહામારીને લઈને ગામડાના લોકોએ જાગૃતતા દર્શાવી ગામની અંદર તે ગામ સિવાઇના લોકોને ગામની અંદર પ્રવેશબંધી કરવામાં આવી છે. જયારે ગામલોકોએ પણ ઘરેથી બહાર નીકળવું હોય તો માસ્ક ફરજીયાત કરાયું છે અને તેમ જો નિયમોનું પાલન ન કરે તો ગ્રામ પંચાયત દંડ કરે તેવી પણ પંચાયત દ્વારા સુચના અપાઇ છે અને જો આ રીતે બધા ગામડાઓમાં થશે તો 100 ટકા કોરોનાને હરાવી શકશું તે નિશ્ચિત છે.
જૂનાગઢઃ માંગરોળના ગામડાઓના લોકો જાગૃત થયા, બહારના લોકોને ગામમાં પ્રવેશ નહીં, સરપંચ દ્વારા કાર્યવાહી
માંગરોળના ગામડાઓમાં લોકો સ્વયં જાગૃત થયા છે. માંગરોળના મેણેજ, ચંદવાણા સહીતના ગામડાઓમાં ગામના તમામ દરવાજાઓ બંધ કરીને મુખ્ય ગેઇટ ઉપર ખુદ સરપંચ દ્વારા નજર રાખીને ગેટ બંધ કરી દેવાયા છે અને ગામમાં બહારના લોકોનો પ્રવેશ બંધ કરાયો છે.
માંગરોળના ગામડાઓમાં લોકો થયા જાગ્રૂત, બહારના લોકોને પ્રવેશ નહી દેવાની સરપંચ દ્રારા કરાઈ કાર્યવાહી