ETV Bharat / state

Reshma Patel: મણીપુરમાં મહિલાઓ સાથે થયેલા કૃત્ય મામલે આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિને આપ્યું આવેદનપત્ર

મણીપુરમાં મહિલાઓ સાથે થયેલા સામુહિક બળાત્કાર અને નગ્ન પરેડની ઘટના સામે આવી છે. ત્યારે આ મામલે રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગુનેગારો સામે કડકમાં કડક પગલાં લેવા રજૂઆત કરી છે.

મણીપુરમાં મહિલાઓ સાથે થયેલા સામુહિક બળાત્કાર

author img

By

Published : Jul 20, 2023, 3:57 PM IST

ગુનેગારો સામે કડકમાં કડક પગલાં લેવા આમ આદમી પાર્ટીની રજૂઆત

જૂનાગઢ: મણીપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટનાએ સૌ કોઈને સતબન્ધ કરી દીધા છે. દેશમાં ઠેર ઠેર આ ઘટનાને નિંદનીય ગણાવીને ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ છે. ત્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટીએ દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવી આરોપીઓ વિરુદ્ધ કડક સજાની માંગ કરી છે.

રાજ્ય તથા કેન્દ્ર સરકાર નિષ્ફળ: આ મામલે રેશમા પટેલે જણાવ્યું હતું કે મણીપુરમાં મહિલાઓ સાથે થયેલા સામુહિક બળાત્કારના કૃત્ય બાબતે કડકમાં કડક પગલાં લઈને દાખલો બેસાડવા તથા શાંતિ સ્થાપવામાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી મણીપુરમાં ચાલી રહેલી હિંસા અંગે સમગ્ર દેશ ચિંતામાં છે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે.

મહિલાઓ સાથે થયેલા સામુહિક બળાત્કાર: તાજેતરમાં જ એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો બે મહિલાઓ સાથે એવા કૃત્યો કરી રહ્યા છે. મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં એનું સરઘસ કાઢી રહ્યા છે અને જાહેરમાં છેડછાડ પણ કરી રહ્યા છે. સરઘસના અંતે આ મહિલાઓ ઉપર સામુહિક બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો અને હવે એ મહિલાઓના નિર્વસ્ત્ર વીડિયો પણ વાઈરલ પણ કરવામાં આવ્યા. સભ્ય સમાજમાં આવા કૃત્યો અને આવા દાનવો માટે કોઈ સ્થાન ક્યારેય ન હોઈ શકે.

રાષ્ટ્રપતિને આવેદનપત્ર: દેશના સર્વોચ્ચ પદ ઉપર એક મહિલા બિરાજમાન હોય અને એ છતાંય દેશના એક ભાગમાં મહિલાઓ સાથે આ કક્ષાનું નિકૃષ્ટ કૃત્ય કરવાનું કોઈ વિચારી પણ કેવી રીતે શકે ? માટે દેશના તમામ નાગરિકો વતી આપ મહોદયાને વિનંતી છે કે આ ઘટનામાં કડકમાં કડક પગલાં લઈને એક દાખલો બેસાડવામાં આવે અને મણિપુરને શાંતિ-સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયેલા મણિપુરના મુખ્યમંત્રીને તથા કેન્દ્રની મોદી સરકારને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે.

  1. Manipur Viral Video: ક્રુરતાની હદ પાર, મહિલાને નગ્ન કરી ખેતરમાં ફેરવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  2. PM Modi: દિલમાં પીડા અને મનમાં ક્રોધ છે, મણીપુરમાં બનેલી ઘટનામાં આરોપીઓને છોડવામાં નહીં આવે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.