- જૂનાગઢ જિલ્લાના પ્રથમ કોરોના સંક્રમિત ભાવેશ વેકરીયા
- સરકારી હોસ્પિટલમાં સારવાર લઇને સ્વસ્થ થયા ભાવેશ વેકરીયા
- ભાવેશ વેકરીયા તબીબ હોવાના કારણે થયા હતા સંક્રમિત
જૂનાગઢઃ જિલ્લાના પ્રથમ કોરોના સંક્રમિત તરીકે ભેસાણના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. ભાવેશ વેકરીયા સંક્રમિત થયા હતા. ત્યારે etv ભારતે કોરોના સંક્રમણના એક વર્ષ બાદ પ્રથમ સંક્રમિત વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી અને તેમના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ભાવેશ વેકરીયા તબીબ હોવાના કારણે પોતે સંક્રમિત થયા છે. પરિવારજનોમાં કોરોના મહામારીને લઈને ચિંતા હતી. તે ચિંતા વેકરીયા પરિવારજનોમાં ચોક્કસ જોવા મળી હતી પરંતુ સમય રહેતા કરોના સંક્રમણથી મુક્ત વેકરીયા પરિવાર પણ કોરોના સંક્રમણની ચિંતામાંથી મુક્ત થયો હતો.
ડૉક્ટર વેકરીયા પોતે તબીબ હોવાને કારણે થયા સંક્રમિત
જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ. ભાવેશ વેકરીયા વર્ષ 2020ના એપ્રિલ માસમાં કોરોના સંક્રમિત થયા હતા. જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ ડૉક્ટર ભાવેશ વેકરીયાના નામે નોંધાયો હતો. ડૉક્ટર વેકરીયા પોતે તબીબ હોવાને કારણે સંક્રમિત થયા હતા. તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ આજે ફરીથી ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સારવાર કરી રહ્યા છે.
ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ થયા હતા સંક્રમિત
વર્ષ 2020ના એપ્રિલ મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો પગપેસારો થઇ ચૂક્યો હતો પરંતુ જૂનાગઢ બાદ અમરેલી 2 જિલ્લા એવા હતા કે, ત્યાં એપ્રિલ મહિના સુધી કોરોના સંક્રમણનાનો એક પણ કેસ નોંધાયો ન હતો પરંતુ ડૉક્ટર ભાવેશ વેકરીયા કરોના સંક્રમિત થતા અંતે જૂનાગઢ પણ કોરોના સંક્રમિત દર્દીઓના જિલ્લામાં સામેલ થયો અને એક જ દિવસે 2 કોરોના પોઝિટિવ કેસ જૂનાગઢ જિલ્લામાં જોવા મળ્યા હતા. ભાવેશ વેકરીયા કોરોના સંક્રમિત થતા તેમના પરિવારજનોમાં પણ ભારે ચિંતા જોવા મળતી હતી.
- આપણ વાંચોઃ જૂનાગઢના ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે કેસ પોઝિટિવ આવતા આરોગ્ય કેન્દ્ર કબ્જે લેવાયું
પ્રથમ કોરોના સંક્રમિત દર્દીએ લોકોને આપી સચેત રહેવાની સલાહ
એક વર્ષ બાદ જૂનાગઢ જિલ્લાના પ્રથમ કોરોના સંક્રમિત આવેલા દર્દી ડૉક્ટર ભાવેશ વેકરીયાએ લોકોને કોરોના સંક્રમણ સામે સાવચેતી રાખવાની સલાહ આપી છે. એક તબીબ તરીકે તેઓ ખૂબ સાવચેત હતા. તેમ છતાં નાની એવી ભૂલને કારણે તેઓ સંક્રમિત થયા છે, ત્યારે હવે ફરી એક વખત બીજા તબક્કાનો કોરોના સંક્રમણની વચ્ચે લોકોએ વધુ સચેત અને જાગૃત રહેવાની સલાહ ભાવેશ વેકરીયાએ આપી છે વધુમાં તેમણે કહ્યું છે કે, રસીકરણ પણ ચાલી રહ્યું છે ત્યારે આવા કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારી નિભાવીને રસીકરણ માટે પહેલ કરે તો કોરોના મહામારીમાંથી સમગ્ર ભારતવર્ષને હેમખેમ પાર ઉતારી શકાય તેમ છે.