- કેશોદમાં વીજ વણીયાર નામનું દુર્લભ પ્રાણી પકડાયું
- રહેણાંક વિસ્તારમાં અવારનવાર વણીયાર નામનું પ્રાણી જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી
- પાંજરામાં વણીયાર આવતા એનીમલકેર સેન્ટર ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી
જૂનાગઢઃ જિલ્લાના કેશોદના એરપોર્ટ રોડ પર આવેલ તુલસી નગર વિસ્તારમાં અવાર નવાર વીજ વણીયાર નામનું પ્રાણીઓ જોવા મળતા હોવાથી વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરુ મુકવામાં આવ્યું હતું, ત્યારે મોડી રાત્રે અચાનક આ પ્રાણી પાંજરામાં ફસાયું હતું. જો કે આ વિસ્તારમાં વિસ્તારમાં આ પ્રાણીના નાના બચ્ચાઓ પણ જોવા મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ લુપ્ત થતી પ્રજાતીનું પ્રાણી છે
વીજ વણીયાર નામથી પણ ઓળખવામાં આવે છે, આ લુપ્ત થતી પ્રજાતીનું પ્રાણી છે, આમ તો તે નાના જીવજંતુ તેમજ બોર અને ગોળ તેમનો ખોરાક છે, માનવ વસ્તી સીમ વગડો કે નદીની કોતરોમાંમા તેમનુ નિવાસ સ્થાન બનાવે છે, આ પ્રાણી ખોરાક માટે રાત્રીના સમયે બહાર નીકળે છે, આ પ્રાણીને છંછેડવુ, હેરાન કરવું, પંજવણી કરવી, ઘરમાં કે પાંજરે કેદ કરીને રાખવા તે ફોરેસ્ટ અધિનિયમ 1972ના કાયદા મૂજબ અપરાધ ગણવામાં આવે છે અને તેના દંડ બદલ રૂપિયા 35 હજારથી લઈને રૂપિયા 1 લાખ સુધીની દંડની કાર્યવાહી સાથે ફોજદારી ગુના માટે સાત વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે.
દુર્ગંધ આવે તેવા વોરમંશ છોડીને પોતે બચવાનો પ્રયત્ન
આ પ્રાણી જ્યારે લોકોથી ધેરાય જાય ત્યારે તેમના શરીરમાથી દુર્ગંધ આવે તેવા વોરમંશ છોડીને પોતે બચવાનો પ્રયત્ન કરે છે. મોડી રાત્રે શિકાર કે ખોરાકની શોધમા નીકળતું હોવાથી અને તેમનુ નાનુ કદને કલ્લર બ્લેકપટા વાળો હોવાથી ઘણી વખત વાહન અકસ્માતમાં અજાણતા મુત્યુનો ભોગ બને છે, આ પ્રાણી અલભ્ય ગણવામા આવે છે.