જૂનાગઢ વર્તમાન સમયમાં પ્રાણી પક્ષી વનસ્પતિની અનેક જાતરૂપ(Indigenous seed production) થઈ રહી છે. હજુ અનેક લુપ્ત થવાના આરે છે. કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ લુપ્ત થતી ઔષધી વનસ્પતિ અને વૃક્ષોને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની જમીન ન હોવા છતાં ભાડે જમીન (Native Seed Tradition)રાખી ભરતભાઈ અને તેમના પત્ની નીતાબેન ચલાવી રહ્યા છે બીજ બેંક. ભરતભાઈએ છેલ્લા દસ વર્ષમાં 26 રાજ્યમાં પરિભ્રમણ કરી 350 થી વધુ દેશી બીજ એકત્ર કર્યા છે અને ખેડૂતો સુધી પહોંચાડ્યા છે.
દેશી બીજની પરંપરા વધુમાં ભરતભાઈએ ઇટીવી ને જણાવ્યું હતું કે આજે જે તે કૃષિ પેદાશના(Native Seed Tradition) દેશી બીજની પરંપરા લુપ્ત થવાના છે ત્યારે મને થયું કે આ પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ. એટલે 26 રાજ્યનો પ્રવાસ કર્યો મેં બે ફાર્મ ભાડે રાખ્યા છે. તેમાં શાકભાજી ફૂલછોડ અને ઔષધીય પાકોના દેશી બીજનું વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું છે. મેં બહારના રાજ્યોનો પ્રવાસ કરી દેશી બીજની સંસ્કૃતિ અને પ્રકૃતિનો અભ્યાસ કર્યા છે તેના અમૂલ્ય વારસાનું સંવર્ધન કઈ રીતે થઈ શકે તેમ અંગેની જાણકારી મેળવી છે.
દેશી બીજનું ઉત્પાદન ભરતભાઈ જે દેશી બીજનું ઉત્પાદન(Indigenous seed production) મેળવે છે તેનું ખેડૂતોને રૂબરૂ મળીને વેચાણ કરે છે. હાલમાં દેશી બીજ ની 350 કરતાં વધુ વેરાયટી ઉપલબ્ધ છે. ખેડૂતોને આ વેરાયટી નો લાભ મળે તે પ્રકારે માર્કેટિંગ વ્યવસ્થા ગોઠવી છે. આ દેશી બીજના ગ્રેડિંગ પેકેજીંગના કારણે સારા ભાવ મળે છે. અથવા તો ખેડૂતોને બીજ આપી ઉત્પાદન કરાવે છે. અને વાવેતર થયા બાદ ફરી ફરી વાર તેજ બીજ ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે છે.
સારો સહકાર આ બીજ બેંકમાં ભરતભાઈને તેમના પત્નીનો પણ સારો સહકાર મળે છે. ભરતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ બીજ બેંક જ્યારે મેં ઉપલબ્ધ કરી હતી. ત્યારે મારા પત્ની કચવાટ અનુભવતા હતા. હવે છેલ્લા ચારેક વર્ષથી અમો પતિ પત્ની બન્ને સાથે જ રહીને ખબે ખભો મિલાવીને તમામ પ્રકારના બીજ અને ઓર્ગેનિક એટલે કે દેશી આ રિતના બીજનો અનેક પ્રયોગો કરતા રહીએ છીએ. આ કાર્યમાં મારા પત્ની મને પહેલા કરતા હવે સતત સહયોગ પણ આપી રહ્યા છે.