ETV Bharat / state

જૂનાગઢના પૂર્વ કૃષિ વૈજ્ઞાનિકે ટેરેસ ગાર્ડન ખેતીના નવા અભિયાનની શરૂઆત કરી

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે 60 વર્ષની સેવા આપ્યા બાદ બાલકૃષ્ણ દોશી જૂનાગઢમાં ટેરેસ ગાર્ડન ખેતીના અભિગમના પ્રસાર અને પ્રચાર માટે અભિયાન ચલાવી રહ્યા છે. નિવૃત્તિ બાદ ખેતી ક્ષેત્રે અવનવા વિચારો ધરાવતા બાલકૃષ્ણ જોશી અગાસી પર ઘરમાં નકામી બનેલી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓમાં વિવિધ શાકભાજીને ઉગાડીને મહિલાઓ પણ આ પ્રકારે પોતાના ઘરમાં શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક અને શુધ્ધ શાકભાજી મેળવે તેવા ઉમદા અને અનુકરણીય અભિગમ સાથે તેઓ આગળ આવ્યા છે.

author img

By

Published : Oct 11, 2020, 10:07 AM IST

junagadh
જૂનાગઢ

જૂનાગઢ: એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે 60 વર્ષની સેવા આપ્યા બાદ બાલકૃષ્ણ દોશી જૂનાગઢમાં ટેરેસ ગાર્ડન ખેતીના અભિગમના પ્રસાર અને પ્રચાર માટે અભિયાન ચલાવી રહ્યા છે. નિવૃત્તિ બાદ ખેતી ક્ષેત્રે અવનવા વિચારો ધરાવતા બાલકૃષ્ણ જોશી અગાસી પર ઘરમાં નકામી બનેલી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓમાં વિવિધ શાકભાજીને ઉગાડીને મહિલાઓ પણ આ પ્રકારે પોતાના ઘરમાં શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક અને શુધ્ધ શાકભાજી મેળવે તેવા ઉમદા અને અનુકરણીય અભિગમ સાથે તેઓ આગળ આવ્યા છે.

બાલકૃષ્ણ દોશી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે 60 વર્ષની સેવાઓ બાદ નિવૃત્ત થયા છે. ખેતીનો જીવ માનવામાં આવતા બાલકૃષ્ણભાઈ પોતાના ઘરમાં ટેરેસ ગાર્ડન ખેતીના નવા અભિયાનની શરૂઆત કરી છે. તેમણે પોતાના ઘરની અગાસી પર વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે. તેઓ માની રહ્યા છે કે, આ પ્રકારનું વાવેતર કરીને ભારતના દરેક ઘરની મહિલાઓ બિલકુલ સામાન્ય ખર્ચ સાથે ઓર્ગેનિક અને તાજા શાકભાજી પોતાના ઘરની અગાસીમાંથી જ મેળવી શકે છે. તેમાં ઉમદા વિચાર સાથે તેઓ આજે ગાર્ડન ટેરેસ ખેતી અભિયાનને આગળ વધારી રહ્યા છે.

જૂનાગઢના પૂર્વ કૃષિ વૈજ્ઞાનિકે ટેરેસ ગાર્ડન ખેતીના નવા અભિયાનની શરૂઆત કરી

આ પણ વાંચો :પારડીમાં જાપાની પદ્ધતિ દ્વારા ટેરેસ ગાર્ડન બનાવી દંપતી મેળવી રહ્યું છે આવક

ઘરમાં બિન ઉપયોગી અને જેને ભંગાર તરીકે માનવામાં આવતા પ્લાસ્ટિકના વાસણોમાં ટેરેસ ગાર્ડન ખેતીને આધુનિક રીતે આગળ લાવી શકાય છે. પ્લાસ્ટિકના વાસણોમાં રીંગણ, ગલકા, તુરિયા, મરચાં, મેથી, દાણા, ટામેટાં જેવી અનેક પ્રકારની શાકભાજીનું સફળ વાવેતર કરી શકાય છે. જો રાજ્યની દરેક મહિલા પોતાના ઘરની અગાશીમાં આ પ્રકારે ટેરેસ ગાર્ડન ખેતી અભિગમને અપનાવે તો બિલકુલ મામૂલી ખર્ચે તાજુ અને શુદ્ધ શાકભાજી દરેક ઘરમાં મળી શકે છે. જો ટેરેસ ગાર્ડન ખેતીને વધુ આગળ ધપાવવામાં આવે તો જંતુનાશક અને રસાયણ વાળા શાકભાજીની જગ્યાએ ઓર્ગેનિક અને શુદ્ધ તેમજ તાજા શાકભાજી દરેક ઘરમાં મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.