જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે રાત્રિના સમયે એક નર્સરીમાં લાગેલી આગમાં મોટીસંખ્યામાં પક્ષીઓ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ આગ રાત્રિના સમયે લાગવાથી પક્ષીઓના મોત થયાં હતાં. આ નર્સરી ફોરેસ્ટવિભાગેે ગ્રામપંચાયતને સોંપી હોવાથી તે ગ્રામપંચાયત હસ્તકની હોવાનુંં પ્રાથમિક તપાસમાં મૌખિકપણે જાણવા મળી રહ્યું છે.
આ આગમાં આશરે 300 જેટલા પક્ષીઓ બળી ગયાં હોવાની આશંકા છે, જ્યારે અમુક પશુઓ પણ બળીાે ખાક થઈ ગયાં હોવાની આશંકા જતાવવામાં આવી હતી. આ બનાવ કેલી રીતે બન્યો અને શા કારણથી આગ લાગી તેનું કારણ સામે આવ્યું નથી. જોકે આ ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી હતી.
આ ઘટનાને લઇને સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ હતી અને પ્રાણીપ્રેમીઓમાં આઘાતી લાગણી જોવા મળી હતી. સાથે જ આ ઘટનાને લઇને કેટલીક શંકાકુશંકા પણ જોવા મળી હતી. જેમાં સરપંચના પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગામના લોકોએ જ નર્સરી સળગાવી હતી.