- રાજ્યમાં 6 કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
- જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયું
- સૌથી વધુ મતદાન જામનગર કોર્પોરેશનમાં 49.64 ટકા
જામનગર : શહેરમાં કુલ 645 મતદાન મથક પર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. 3000 જેટલા સરકારી કર્મચારી મતદાન મથકો પર ખડેપગે ફરજ નિભાવતા જોવા મળ્યાં હતાં. કોર્પોરેશનની ચૂંટણીમાં 236 ઉમેદવારોએ ભાગ અજમાવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતા મંગળવારે મતગણતરી કરવામાં આવશે.
ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે. આમ તો જામનગર મહાનગરપાલિકામાં ગત 25 વર્ષથી ભાજપનું શાસન છે અને કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી રહ્યું છે. જો કે, આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ભાજપ અને કોંગ્રેસ માટે રાહ મુશ્કેલ બને છે.
કયા મુદ્દા રહ્યાં હાવી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોંઘવારી તેમજ સ્થાનિક મુદ્દાઓ હાવી રહ્યાં છે. આ સાથે જ્ઞાતિવાદ પણ જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં અગત્યનો ભાગ ભજવશે.