- પોલીસે સુરક્ષાને લઈને કરી વિશેષ વ્યવસ્થા
- પોલીસે પારડીના કોટલાવ મતદાન બૂથની લીધી મુલાકાત
- મતદાનને લઈને પોલીસની ટુકડીઓ તૈનાત
વલસાડ: જિલ્લામાં 1122 જેટલા બુથ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. જિલ્લામાં 187 જેટલા સંવેદનશીલ બૂથ આવેલા છે. જ્યાં કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગે વિશેષ કામગીરી કરાઈ રહી છે. ત્યારે જિલ્લામાં 1 SP, 4 DySP , 10 PI , 25 PSI, 1350 પોલીસ કર્મીઓ અને જિલ્લા બહારથી 350 પોલીસ કર્મીઓ તેમજ 2000 હોમગાર્ડ, SRPની 3 ટુકડી તૈનાત કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ અધિક્ષકે કોટલાવના બૂથની લીધી મુલાકાત
જિલ્લામાં ચૂંટણી લક્ષી કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાએ રવિવારે પારડીમાં આવેલા કોટલાવ મતદાન મથકની મુલાકાત લીધી હતી. લોકો મુક્તપણે મતદાન કરી લોકશાહીને વધુ જીવંત બનાવે એ માટે જિલ્લા પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સજ્જ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.