જામનગરના પ્રવેશ દ્વાર પર વર્ષો પહેલાં આ પુલ બનાવવામાં આવ્યો હતો. જે હવે ગંભીર હાલતમાં છે. કાલાવડ નાકા પાસે આવેલા જુનવાણી પુલ પરથી રોજ ભારે વાહનો પસાર થતા હોય છે, ત્યારે આ નબળો પુલ ધરાશાયી થશે તો મોટું નુકસાન થવાની ભીંતિ રહેલી છે.
વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનબ ખફી તેમજ અસલમ ખીલજીએ આ જર્જરિત પુલ અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યાં નથી.
રાજ્યમાં છેલ્લા 15 વર્ષ પહેલા બનેલા 117 જેટલા પુલ હાલ ગંભીર હાલતમાં છે અને ગમે ત્યારે તૂટે તેવી શક્યતા છે. જેથી જામનગરના આ પુલને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.