જામનગર રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે રાષ્ટ્રીય નેતાઓની ટીમ ગુજરાતમાં ઉતારી દીધી છે. ત્યારે ઉત્તરપ્રદેશના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક દિનેશ શર્મા (UP Former Deputy CM Dinesh Sharma Campaigning) જામનગર પહોંચ્યા (Campaigning for BJP in Jamnagar) હતા. અહીં તેમણે કૉંગ્રેસ અંગે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ 100 વર્ષ જૂની ઈમારત હોવાથી તેને હવે ડિમોલિશનની જરૂર છે. જ્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) અંગે કહ્યું હતું કેે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આ પાર્ટીની કારમી હાર થઈ છે. તે જ રીતે ગુજરાતમાં પણ તે નેસ્તાનાબૂદ થઈ જશે ને ડિપોઝિટ પણ ગુમાવશે.
ભાજપનો ઝંઝાવતી પ્રચાર મહત્વનું છે કે, ભાજપે પહેલા તબક્કાની ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. આ માટે ભાજપે રાષ્ટ્રીય નેતાઓની આખી ફોજ ગુજરાત પ્રચાર માટે રાજ્યમાં ઉતારી છે. ભાજપના આ નેતાઓ ઠેરઠેર સભાઓ ગજવી ભાજપની એક એક સિદ્ધિઓ લોકોને ગણાવી રહ્યા છે. તે જ રીતે ઉત્તરપ્રદેશના નેતા પણ જામનગર પહોંચ્યા હતા.
પત્રકાર પરિષદ સંબોધી જામનગરમાં વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ઉત્તરપ્રદેશના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. તે દરમિયાન તેમની સાથે રાજસ્થાનના સાંસદ નરેન્દ્ર કુમાર, જામનગર શહેરના ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.