જામનગર: જિલ્લાના કાલાવડ તાલુકામાં હજુ થોડા દિવસો અગાઉ જ બે બાળકોને ડૂબી જવાની ઘટના સામે આવી હતી આવી હતી. ત્યારબાદ વધુ ત્રણ બાળકોના ડૂબી જવાના સમાચાર સામે આવ્યા હતા. આ પાંચ બાળકોના શોકમગ્ન તાલુકામાં નિકાવાથી નાના વડાળા ગામ તરફ જવાના રસ્તે વધુ બે બાળકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે.
જો જોવામાં આવે તો કાલાવડ તાલુકામાં થોડા જ દિવસોના અંતરાયે સાત બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાની ઘટના સામે આવી છે.
નાના વડાળા વાડી વિસ્તારમાં ખેત મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના બે બાળકો ગઈકાલે બપોર બાદ સાડા ચારેક વાગ્યાના સુમારે મકાન પાછળના ભાગે રમતા હતા.
આ બંને બાળકો રમતા રમતા કોઈ પણ કારણ સર પાણીના ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યાનું જાહેર થયું છે, જેમાં રાધાબેન તળશીભાઇ મદારીયા (ઉ.વ. 10) તેમજ શન્નીભાઇ દેવાભાઇ ચારોલીયા (ઉ.વ. 6) આ બંને બાળકો રમતા રમતા પાણીના ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યાનું જાહેર થયું છે.
એક સાથે બંનેના મૃત્યુ નીપજતા આ ખેત મજૂરી કરનાર પરિવારશોક મગ્ન બન્યો હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચી બંને બાળકોના મૃતદેહ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.