- જામનગરમાં IPL પર સટ્ટો રમતા બે ઝડપાયા
- મુખ્ય ભેજાબાજ દુબઈ હોવાનું બહાર આવ્યુ
- IPL સીઝનમાં સટ્ટાબાજી જોરમાં
જામનગર: શહેરમાં પંજાબ બેંક પાસે ચૌહાણ ફરીમાં રહેતા પ્રશાંતભાઈ ચૌહાણને પેરોલ ફર્લો સ્કવોડે રૂપિયા 54,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે અને યસ મોબાઈલના રાજેશ ગોહિલને પણ દબોચી લીધો છે. જોકે જેના નામે ID ચાલે છે, તે રવિ દુબઈ છે. તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વલસાડમાં IPL પર સટ્ટો રમતા ત્રણ ઇસમોની પોલીસે કરી અટકાયત
પોલીસે બન્ને શખ્સોની આકરી પૂછપરછ શરૂ કરી
જામનગર પોલીસને બાતમી મળી હતી કે, શહેરમાં IPL મેચ પર સટ્ટો બે શખ્સો રમી રહ્યા છે, ત્યારે LCB અને પેરોલ ફર્લો ટીમે બે જુદી જુદી જગ્યાએ રેડ કરી હતી. જેમાં બે શખ્સો પાસેથી લેપટોપ, મોબાઈલ અને સાહિત્ય મળી આવ્યું છે. જોકે બન્ને શખ્સોની પૂછપરછ કરતા કોના IDથી મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, તે વિગત પણ ખુલ્લી છે. કોઈ રવિ નામનો શખ્સ દુબઈથી સમગ્ર સટ્ટો રમાડતો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે બન્ને શખ્સોની આકરી પૂછપરછ શરૂ કરી છે અને વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.