આજના ફાસ્ટ યુગમાં લોકો દોડધામભરી જિંદગી જીવતા હોય છે. ત્યારે યોગના માધ્યમથી પોતાના માટે થોડો સમય આપી સ્વસ્થ શાંતિપૂર્વક જિંદગી જીવી શકાય તેવા ઉદ્દેશથી પતંજલિ દ્વારા શહેરમાં વિવિધ સ્થળે ક્લાસીસ પણ શરૂ કરવામાં આવ્યા છે.
જામનગરમાં વાલસુરા રોડ પર સીમા સુરક્ષા દળનું ટ્રેનિંગ સેન્ટર આવેલું છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં હજારો યુવાનો આધુનિક ટ્રેનીંગ લેતા હોય છે. પરિવારથી દૂર રહેલા જવાનો ક્યારેક સ્ટ્રેસનો ભોગ બને છે. ત્યારે દેશની સેવા કરતા જવાનો માનસિક રીતે મજબૂત બને તેવા ઉદ્દેશથી પતંજલિ યોગ સમિતિના પ્રદેશ પ્રભારી પ્રીતિબેન શુક્લા દ્વારા તમામ સીમા સુરક્ષા દળના જવાનોને યોગ શીખવાડવામાં આવ્યા હતા.