ETV Bharat / state

કોરોના પ્રકોપ સામે વેપારીઓ લાચાર, જામનગર ગ્રેઇન માર્કેટ અડધો દિવસ માટે રહેશે બંધ - Jamnagar administration

કોરોનાનુ સંક્રમણ વધતા જામનગરમાં વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેથી જામનગરની અતિ વ્યસ્ત બજાર એટલે ગ્રેઇન માર્કેટ જે અડધો દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.

કોરોના પ્રકોપ સામે વેપારીઓ લાચાર,  જામનગર ગ્રેઇન માર્કેટ અડધો દિવસ માટે રહેશે બંધ

author img

By

Published : Sep 17, 2020, 12:08 PM IST

જામનગર: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે, ત્યારે અનેક લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. કોવિડ-19 ના સંક્રમણને અટકાવવાં વધુ લોકો કોરોનાગ્રસ્ત ન બને તે માટે સરકાર દ્વારા લોકોને સાવધાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.

જામનગરમાં અવારનવાર વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. થોડા દિવસ પૂર્વે જામનગરની અતિ વ્યસ્ત બજાર એટલે ગ્રેઇન માર્કેટ સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે. જોકે, ફરી શહેરમાં રોજ 100થી વધુ કોરોનાના કેસ નોંધાતા ગ્રેઇન માર્કેટને અડધો દિવસ બંધ રાખવામાં આવી છે.

કોરોના પ્રકોપ સામે વેપારીઓ લાચાર, જામનગર ગ્રેઇન માર્કેટ અડધો દિવસ માટે રહેશે બંધ

તારીખ 16 થી30 સુધી સવારે 8થી 2 વાગ્યા સુધી ગ્રેઇન માર્કેટ ખુલ્લી રાખવામાં આવશે અને ત્યાર બાદ તમામ દુકાનો બંધ કરવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે.

વેપારી એસોસિયેશનના સેક્રેટરીએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, વેપારીઓ વધુ કોરોનાગ્રસ્ત બને નહીં અને કોરોનાના સંક્રમણને વધતુ અટકાવી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, કોરોનાના સંક્રમણના ઝપેટમાં અનેક વેપારીઓ પણ આવી ચૂક્યા છે. જેના કારણે ગ્રેઇન માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સતત લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જળવવું ફરજિયાત પણે અમલવારી કરવામાં આવી છે. છતાં પણ લોકલ સંક્રમણ થતાં અનેક શહેરીજનો કોરોના સંક્રમિત બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.