જામનગરઃ ચાઇના દ્વારા ભારતીય સરહદ પર અવળચંડાઇ કરવામાં આવી રહી છે. તેમજ લદાખ ક્ષેત્રમાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયા છે, ત્યારે દેશભરમાં ચાઇના પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર ચાઈનાનો વિરોધ થઈ રહ્યો છે.
![જામનગરમાં ચાઈનીઝ બનાવટની વસ્તુઓનો વેપારીઓએ કર્યો બહિષ્કાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7685350_jamnagarr.jpg)
જામનગરમાં વેપારી મહામંડળ દ્વારા ત્રણ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ચાઈનીઝ રમકડા ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર તેમજ ચાઈનીઝ વસ્તુઓની તોડફોડ કરવામાં આવી હતી. તેમજ ચીનના રાષ્ટ્રપતિનો ફોટો સળગાવ્યો હતો અને વિરોધ કર્યો હતો. ખાસ કરીને ભારતીય બજારમાં જે ચાઈનીઝ પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યુ છે. આ નો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને વેપારીઓ દ્વારા સખત શબ્દમાં ચાઇનાની આલોચના પણ કરવામાં આવી રહી છે.