જામનગરઃ જામનગર આંણદાબાવા શૈક્ષણિક સંસ્થાના આઠ બાળકોને ફૂડ પોઈઝન થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગુરૂ પૂર્ણિમા નિમિતે ખાસ બાળકો માટે ભોજન તૈયાર કરાયું હતું. ફુડ પોઈઝનીંગની અસર થતા તમામને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા આવ્યા હતા. ઠેબા ચોકડી પાસે ટેક્ટરમાં જઈ રહેલા બાળકોમાંથી પાંચ બાળકો બેભાન થઈ ગયા હતા.
સારવાર ચાલુંઃ જોકે, સ્થાનિકોએ તાત્કાલિક તમામ બાળકોને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી હતી.હાલ તમામ બાળકોને જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકોના વાલીઓને પણ સંસ્થા દ્વારા જાણ કરવામાં આવી છે. મર્થર કાર્તિક અનિલ ભાઈ, આરંભડિયા પાર્થ મયુરભાઈ, બાભણીયા રોશન કિરણભાઈ, ભોગયતા ભગીરથ અનિલભાઈ, સુમળ જય સંજયભાઈ જાની, લક્ષ્મીકાંત મનસુખભાઈ સહિતના બાળકોને પોઈઝનીંગની અસર થઈ છે.
ડૉક્ટર્સની વાતઃ તમામ બાળકો ટ્રેક્ટરમાં સવાર થઈ અને શૈક્ષણિક સંકુલ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન ચારથી પાંચ વિદ્યાર્થીઓ બેભાન બની ગયા હતા. જોકે ડોક્ટર્સ જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને શ્વાસની તકલીફ થઈ હોવાના કારણે તેઓ બેભાન બન્યા હતા.
તબિયત સારીઃ તમામ આઠ વિદ્યાર્થીઓને જામનગરની જીદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અહીં તેઓની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. સ્થાનિક મહિલા જણાવી રહી છે કે, ટ્રેક્ટર માં સવાર 8 જેટલા વિદ્યાર્થીઓ બેભાન અવસ્થામાં મળ્યા હતા. જોકે તાત્કાલિક 108 ની મદદથી તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વાલીને જાણ કરાઈઃ તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તમામ વિદ્યાર્થીઓ ગુરુ પૂર્ણિમા નિમિત્તે જામનગરમાં આવેલા આણદાબાવા આશ્રમ ખાતે પ્રસાદી લેવા આવ્યા હતા. આ પ્રસાદી આરોગ્ય બાદ જ તમામ વિદ્યાર્થીઓને ફૂડપોઈઝનીંગની અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલના નોડલ ઓફિસર ચેટરજી જણાવી રહ્યા છે કે, ફૂટબોઈઝનીંગની અસર નથી વિદ્યાર્થીઓને મુંઝવણ થયું છે કારણ કે, વધુ પડતા વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં સવાર હોવાના કારણે શ્વાસની તકલીફ થઈ હતી. તમામ વિદ્યાર્થીઓને જેદી હોસ્પિટલમાં સારવાર અપાય છે અને તેમની તબિયત પણ સ્થિર છે.