જામનગરમાં આવેલા જાહેર સ્થળો, કોલેજો, શાળાઓની આસપાસ રોમિયોગીરી કરનારાઓ સામે SPના આદેશથી રોમીયો સ્કોર્ડ બનાવામા આવી છે. જે વિવિધ જગ્યાએ પોતાની ફરજ બજાવે છે. રોમિયો સ્કવોડના PSI એસ.વી સામાણી સહિતનો પોલીસ કાફલો પેટ્રોલીંગમાં કરી રહ્યા હતા. તે દરમિયાન લાખોટા તળાવની કિનારે 3 યુવકો મંગળવારે હગ ડે છે, ત્યારે દિવ્યેશ, હિરેન અને હનીફ પોતાની બાઇક પર બેસી પબ્લિક પ્લેસ પર હરકતો કરીને રોમિયોગીરી કરતા નજરે ચડ્યા હતા.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
રોમીયો સ્કોર્ડ દ્વારા તેને ઝડપી પાડી ઉઠકબેઠક કરાવીને તેમજ ફરી આવી ભુલ નહી કરે તે સાથે માફીનામુ પણ લખાવ્યું હતું. જામનગરના રોમિયો સ્કવોડના PSI એસ.વી સામાણી, પાયલબેન ઝાલા, માલદે ગાગિયા સહિતની ટીમ શહેરમાં રોમિયોગીરી કરતા આવારા તત્વોને કાયદાના પાઠ ભણાવા સતત એક્શનમાં રહે છે. આથી જામનગરની મહિલાઓ અને યુવતીઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરે છે.