ETV Bharat / state

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવા જોડાયા

જામનગરમાં વાલસુરા નેવી (Valsura Navy) દ્વારા શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું (Run a half marathon) આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં હજારો યુવાઓ જોડાયા હતા. આ સમયે અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે લોકોને મત આપવા માટે અપિલ કરી હતી.

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો જોડાયા યુવાઓ

author img

By

Published : Nov 26, 2022, 8:05 PM IST

જામનગર દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી (Valsura Navy) દ્વારા શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું (Run a half marathon) આયોજન કરવામાં આવ્યું હતું. વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવાઓ જોડાયા હતા.જિલ્લા ચૂંટણી અધિકારી (District Election Officer) ડો.સૌરભ પારધીએ દોડમાં ઉપસ્થિત રહી લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.

લોકશાહીનો પર્વ જેમાં શહેરના આશરે 2500 થી 3000 જેટલાં યુવાઓ તથા નાગરિકો જોડાયા હતા. આ વેળાએ શહેરીજનોમાં મતદાન પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે તેમજ જામનગર જિલ્લો 100 ટકા મતદાનના લક્ષ્યાંકને હાંસલ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ આ મેરેથોન દોડમાં સહભાગી થઈ નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. થોડા જ સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ (Assembly Elections) આવી રહી છે. તો તેને લઇને જિલ્લા ચૂંટણી અધિકારી મતદાન કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો.

મતદાન જાગૃતિનો સંદેશો આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સ્વિપ એક્ટિવિટી અંતર્ગત મેરેથોનના રૂટ પર પોસ્ટર્સ તેમજ બેનર્સ લગાવી મતદારોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવાયો હતો.આ પ્રસંગે ખર્ચ ઓબઝર્વર રાય માહિમાપત રે, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સનદી અધિકારી પ્રમોદ કુમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, સ્વિપ નોડલ ફોરમ કુબાવત વગેરે પણ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો. થોડા જ સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આજે આ તમામ અધિકારીઓ દ્રારા લોકોને મત આપવા માટે અપિલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.