• હડિયાણા કન્યા શાળાએ જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું
• ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મળી
• શિક્ષણ પ્રધાનના વરદહસ્તે સન્માન
જામનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના બાલનિકેતન વિભાગના કેન્દ્રોને માન્યતા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અનુસાર જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન બાલનિકેતન કેન્દ્ર તરીકેની માન્યતા કુલપતિ હર્ષદભાઈ શાહની ઉપસ્થિતિમાં તથા ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના વરદહસ્તે શાળાના આચાર્ય મકવાણા અરવિંદભાઈને આપી છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવતી જામનગરની એકમાત્ર હડિયાણા કન્યાશાળા
જામનગરની હડિયાણા કન્યા શાળા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ મેળવતી શાળા બની છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ભારતની એકમાત્ર યુનિવર્સિટી એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. જે હાલ ગાંધીનગર ખાતે આવેલી છે.