ETV Bharat / state

કાલાવડ ચારણ સમાજ દ્વારા નવનિયુક્ત પાલિકા પ્રમુખનું સન્માન કરાયું

જામનગરના કાલાવડ પાલિકામાં ટર્મ પુરી થતાં બીજી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીના નવયુવાન અજમલ ગઢવીને પ્રમુખ પદ મળતા કાલાવડ ચારણ સમાજ દ્વારા પ્રમુખનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

kalavad
kalavad
author img

By

Published : Sep 30, 2020, 11:20 PM IST

જામનગર: કાલાવડ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પુરી થતાં બીજી ટર્મના પ્રમુખ તરીકે ચારણ સમાજના નવ યુવાન આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા અજમલભાઈ ગઢવીને કાલાવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે નિમણુંક કરીને ભારતીય જનતા પાર્ટીએ નેશડામાં વસતા ચારણ પરિવારના દિકરાને ઉચ્ચ હોદ્દા ઉપર બેસાડી ભારતીય જનતા પાર્ટી ધનિષ્ઠ કાર્યકર્તાઓની કદર કરે છે. જે ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી બતાવ્યું છે.

ચારણ સમાજના અજમલ ગઢવીની કાલાવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી થતાં ચારણ સમાજ દ્વારા નવનિયુક્ત પ્રમુખનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં ચારણ સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ કાલાવડમાં ચારણ સમાજને આગવું સ્થાન આપી અમારા સમાજની કદર કરી છે. જેનું રૂણ અમે કયારેય નહીં ચુકવી શકીએ તેમજ ભારતીય જનતા પાર્ટી કાલાવડના અમે આભારી છીએ. કાલાવડ શહેર સહિત તાલુકામાં વસતા ચારણ સમાજના મોભીઓએ ભારતીય જનતા પાર્ટી સહિત જામનગરના સાંસદ પૂનમબેન માડમ, કૃષિ પ્રધાન આર.સી. ફળદુનો આભાર વ્યક્ત કર્યો હતો. સમસ્ત ચારણ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવીનું સાલ, પુષ્પગુચ્છ, મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારંભમાં પધારેલા ગણેશ મંદિરના મહંત જીકાબાપુ તેમજ સુરસાંગળા ધામના મહંત વાલદાસ બાપુના અજમલ ગઢવીએ આર્શીવાદ મેળવી સમસ્ત ચારણ સમાજ તેમજ પધારેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી, સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારંભ કાર્યક્રમ પ્રસંગે RSSના વરિષ્ઠ આગેવાન ભાનુ પટેલ, ચારણ સમાજના વડીલ આગેવાનો, નગરપાલિકાના ઉપપ્રમુખ ભુપત વિરાણી, પૂર્વ પ્રમુખ વિજય ફળદુ, ઉપ પ્રમુખ મુકેશ મહેતા, નગરપાલિકાના સદસ્ય પ્રફુલ રાખોલીયા, પંકજ ગઢીયા, કાનજી કારોડીયા, અશ્વિન ઝીઝુવાડીયા, નટુ બારોટ, વીરેન્દ્રસિંહ જાડેજા, જેન્તીભાઈ કમાણી, હરિચંદ્રસિંહ જાડેજા, હસુભાઇ વોરા, અભિષેક પટવા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ કશ્યપ વૈષ્ણવ, જામનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પી.ડી. જાડેજા, કાલાવડ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, નાનજી ચોવટીયા, પરેશ ગોંડલીયા, નીરવ ભટ્ટ, મુસ્લિમ સમાજના આગેવાનો સહિત નગરપાલિકા કાલાવડના કર્મચારીઓ, ચારણ સમાજના આગેવાનો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.