- જામનગર જિલ્લાના સરપંચોની બેઠક યોજાઇ
- ઠેબા ગામમાં યોજાઇ સરપંચોની બેઠક
- વિવિધ પડતર માંગણીઓ બાબતે નારાજગી
જામનગર : શહેરથી 10 KM દૂર આવેલા ઠેબા ખાતે યોજાયેલી સરપંચની બેઠકમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો છે કે, 15મા નાણા પંચનો જે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. તેની અમલવારી કરવામાં આવે. જોકે, આ બેઠકમાં જામનગર જિલ્લાના 103 સરપંચ જોડાયા હતા.
વિકાસના કામો ન થતા સરપંચોમા નારાજગી
ETV BHARAT સાથેની વાતચીતમાં સરપંચોએ જણાવ્યુ કે, ગામડામાં વિકાસના કામ કરી શકતા નથી. જોકે, થોડા દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજશે. આ ચૂંટણીમાં સરપંચોની નારાજગી સામે આવે તેવી શકયતા છે.
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે અસર
સરકાર દ્વારા ગામડામાં તલાટી, મંત્રીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં પણ સરપંચો દ્વારા જે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. તેમાં ક્યાંકને ક્યાંક કાપ મૂકવામાં આવ્યો છે. જેના કારણે જામનગર જિલ્લાના સરપંચોમાં નારાજગી જોવા મળી રહી છે. આમ તો દર બે મહિને જામનગર જિલ્લાની સરપંચોની બેઠક મળતી હોય છે. જોકે, હાલ કોવિડ મહામારી હોવાને કારણે ગત એક વર્ષ બાદ આ બેઠક યોજાઈ હતી. સોમવારના રોજ ઠેબા ગામમાં સરપંચોની બેઠક યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં જામનગર જિલ્લાના તમામ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.