ETV Bharat / state

Bilva Patra Festival: સિદસરમાં ઉમિયાધામ ખાતે બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવ્યા આશીર્વાદ

જામનગરના સિદસરમાં આયોજીત બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે પાટીદાર સમાજ દ્વારા 51 કારની એક એવી 125 કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતની વિવિધ જગ્યાઓ પરથી કુલ 6375 લોકોએ ઉમિયાધામ ખાતે એકઠા થઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ
બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 7:53 PM IST

ઉમિયાધામ ખાતે બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ

જામનગર: જામજોધપુરમાં આવેલા સિદસરમાં ઉમિયાધામ ખાતે બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે આજે 125 કાર રેલીનું અને ત્યારબાદ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. કાર્યક્રમમાં હાજરી આપતા પૂર્વે મુખ્યમંત્રીએ ઉમિયા માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ પાટીદાર સમાજના સભ્યોને સંબોધતા મુખ્યમંત્રીએ ઉમિયા ધામની સમગ્ર કાર્ય પ્રણાલિની સરાહના કરી હતી અને કહ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ઉમિયાધામ સંસ્થા અભિનંદનને પાત્ર છે.

  • જામનગરના સિદસર ખાતે માઁ ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષની ઉજવણી અવસરે આયોજિત કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સહિત સમાજના અગ્રણીઓ અને ભાવિક ભક્તોની સાથે સહભાગી થવાનો અવસર મળ્યો. 125 જેટલા વિવિધ સ્થળોએથી કાર રેલી દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સિદસર… pic.twitter.com/1qZLRBt0HV

    — Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

6375 લોકોએ ભેગા થઈ સર્જ્યો રેકોર્ડ: માં ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે આયોજિત બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવના અંતિમ દિવસે પાટીદાર સમાજ દ્વારા 51 કારની એક એવી 125 કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતની વિવિધ જગ્યાઓ પરથી કુલ 6375 લોકોએ ઉમિયાધામ ખાતે એકઠા થઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. જે અંગેનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મુખ્યમંત્રીને આ પ્રસંગે અપાયું હતું. મુખ્યમંત્રીએ માં ઉમિયાના સવાસો કાર રેલી અને સામાજિક સંમેલનમાં સહભાગી થવાની તક આપવા બદલ આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ઉમિયા ધામની સમગ્ર કાર્ય પ્રણાલિની સરાહના કરી

'વિકસિત ભારતના નિર્માણ થકી G 20 સમિટનું સફળ આયોજન કરીને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો છે ત્યારે વડાપ્રધાનના "એક દિવસ, એક કલાક શ્રમદાન"ના સંકલ્પને ચરિતાર્થ કરવા દેશના તમામ નાગરિકોએ કટિબદ્ધ થવું જોઈએ અને રાષ્ટ્રપિતાના "સ્વચ્છતા ત્યાં પ્રભુતા" ના મંત્રને ચરિતાર્થ કરવો જોઈએ. માં ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે વર્ષભર યોજાનારા 125 આરોગ્ય કેમ્પ, 125 બ્લડ ડોનેશન કેમ્પ, 125 પ્રાકૃતિક કૃષિ પરિસંવાદો, 125 નારી શક્તિના કાર્યક્રમો, 125 વૃક્ષારોપણના કાર્યક્રમો પાટીદાર સમાજની આગવી ઓળખ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.' - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકાર તેમજ ખેડૂતોની પ્રશંસા કરી

ગુજરાત સરકાર તેમજ ખેડૂતોની પ્રશંસા: સમારોહમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સ્ત્રીઓને સમાજમાં પોતાનું યોગદાન આપવા અને દીકરીઓને અભ્યાસ કરવા અંગે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. મોટા પ્રમાણમાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે, તે બદલ કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકાર તેમજ ખેડૂતોની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોથી આ અભિગમ ન માત્ર ગુજરાતના, પરંતુ દેશભરના ખેડૂતો અપનાવી રહ્યા છે. અને વિશ્વભરમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે. ખેડૂતો ખેતીમાં ક્રાંતિ સર્જી શકે તે માટે ભારત સરકારે નેનો યુરિયા ટેકનોલોજી વિકસાવી છે. જે માત્ર ગુજરાતમાં જ છે. તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

  • શ્રી ઉમિયા માતાજી મંદિર,સિદસર ખાતે જગતજનની માઁ ઉમિયાના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. pic.twitter.com/fDhvIRkle4

  1. Swachhata hi Seva: સુરતમાં સી આર પાટીલે નાવડી ઓવરા ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું
  2. Swachhata hi Seva: વંદે ભારત ટ્રેનમાં વર્લ્ડ ક્લાસ સફાઈ, 14 મિનિટમાં સફાઈ કરી બનાવ્યો રેકોર્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.