આ મૃતક સાથે કૂતરાને માર મારવાના પ્રશ્ને જૂની બાબતનો ખાર રાખીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. જે જેલમાં ટિફિન પહોંચાડવાનું કામ કરતાં દીપકભાઈ પ્રભુદાસભાઈ જોઈસર નામના યુવાનની શુક્રવારે રાત્રે સાડા દસ વાગ્યે સાત રસ્તા નજીક આતરી છરીના 6 જેટલા ઘા ઝીંકીને નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. જે બનાવ બાદ મૃતકના ભાઇ પ્રફુલભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ આરોપી દિપેશ વિનોદભાઈ કનખરા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આ મૃતક યુવાન અને તેના પાડોશી દીપેશ કનખરા તેમજ તેના પિતા વિનોદભાઈ કનખરા પણ થોડા મહિના પહેલા વચ્ચે કૂતરાને માર મારવા બાબતે બોલાચાલી અને ડખો થયો હતો. તે વખતે પણ આરોપી દીપેશે મૃતકને છરીના ઘા માર્યો હતો. તો બીજી બાજુ હત્યાના આરોપી દીપેશે પણ મૃતક યુવાન દીપક જોઈસર સામે લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.