સ્લગ : જમીન દબાણ
ફોરમેટ : ફોટો
રીપોર્ટર : અર્જુન પંડયા
જામનગર પંથકમાં ખાનગી કંપનીઓ દ્વારા હજારો વીઘા ગૌચરની જમીનો દબાણો કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતો દ્વારા તેની સામે સતત લડતો લડવામાં આવી રહી છે. ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામમાં ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં નયારા એનર્જીએ દબાણ કર્યુ હતું. જે દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા અવાર નવાર નોટીસ ફટકારી કાનૂની કાર્યવાહી કરી હતી. આખરે ખાનગી કંપનીએ પંચાયતની લડત સામે પડયું હતું કર્યા હતાં.
ખંભાળિયાના ટીંબડી ગામ મઘ્યે પંચાયતી 36 વીઘા ગૌચર જમીનમાં નયારા એનર્જી ખાનગી કંપનીએ ગેરકાયદેસર દબાણ કર્યુ હતું. ગૌચરની જમીનમાં ફેન્સીંગ બાંધી જમીન પર દબાણ કરી દિધું હતું. આ દબાણ દૂર કરવા ટીંબડી ગ્રામ પંચાયત દ્વારા લાંબી લડત લડવામાં આવી હતી. કંપની દ્વારા ગ્રામ પંચાયતે ઘણી કરવામાં આવી હતી છતાં પણ કંપનીના કોઇ પણ દબાણમાં આવ્યા વગર ગ્રામપંચાયતે જાતે જ દબાણ દૂર કરવા નિર્ણય કર્યો હતો. અને મંગળવારે પોલીસ રક્ષણ સાથે દબાણો દૂર પણ કરવાના હતાં. પરંતુ તે પહેલા જ ગ્રામ પંચાયતની લડત સામે કંપનીને ઝુકવું પડયું અને રવિવારે સ્વૈચ્છીક દબાણો દૂર કર્યા હતાં.