હવે જો વાત કરીએ એરફોર્સ દિવસની તો 8 ઓક્ટોબર 1932ના દિવસે ઉમદા શરૂઆત સાથે, ભારતીય હવાઇદળ એક જબરદસ્ત દળ તરીકે નિર્માણ પામ્યું હતું અને વિશ્વમાં ચોથા સૌથી મોટા હવાઇદળ તરીકે તેની ગણના થઇ હતી. કાર્યક્ષેત્રની શ્રેષ્ઠ કુશળતા અને મૂળભુત યોગ્યતાઓ હાંસલ કરવા ઉપરાંત IAF દ્વારા હવાઇદળના તમામ યોદ્ધાઓને વિવિધ સાહસિક પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ ખાસ દિવસની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, VSM એર માર્શલ એસ.કે ઘોટિયા દ્વારા સાયકલ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ ગાંધીનગરમાં વાયુ શક્તિનગર ખાતે 7 ઓક્ટોબર 2019ના દિવસે કરવામાં આવ્યો હતો. આ સાયકલ યાત્રા યોજવા પાછળ મુખ્ય સંદેશો એ હતો કે, લોકો તંદુરસ્ત અને માનસિક રીતે સ્વસ્થ રહે.
આ સાયકલ યાત્રા દરમિયાન એર માર્શલે તેના તમામ સહકર્મીઓની પ્રશંસા કરી અને કહ્યું કે, માત્ર બે દિવસમાં આટલું લાંબુ અંતર સાયકલ દ્વારા કાપવું તે એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જેટલું અગત્યનું છે અને અંતમાં તેમણે તમામ સહભાગીઓને સન્માનિત પણ કર્યા હતા.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એરફોર્સના સેરીમોનિયલ બેન્ડ તેની મધુર સુરાવલીઓ સાથે દેશભક્તિના ગીતોની ધૂન ગુંજવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં એરફોર્સ પરિવારના 56 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ તમામને એરમાર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીઆ દ્વારા ફ્લેગીંગ-ઇન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને 'ફિટ ઇન્ડિયા મુવમેન્ટ'નો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.