ETV Bharat / state

જામનગરમાં વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ યોજાયો, હકુભા જાડેજાએ આપી સેનિટાઈઝર વેલકમ કીટ - Hakubha Jadeja

ગુજરાત સરકારે જાહેર કરેલી કોરોના ગાઈડલાઈન મુજબ આજથી ધોરણ 10 અને ધોરણ 12ના શાળાઓ શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત આજે અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વિદ્યાર્થીનીઓને વેલકમ કીટ આપવામાં આવી હતી.

હકુભા જાડેજા
હકુભા જાડેજા
author img

By

Published : Jan 11, 2021, 7:42 PM IST

  • ધોરણ 10 અને ધોરણ 12ના શાળાઓ શરૂ
  • ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ યોજાયો
  • વિદ્યાર્થીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની વેલકમ કીટનું વિતરણ

જામનગર : સોમવારથી ગુજરાત રાજ્યમાં તમામ કોલેજ અને બોર્ડ ધરાવતી શાળાઓમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક વર્ગકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે જામનગરની આર્યસમાજ શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય ખાતે અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપ્રધાનના હસ્તે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની વેલકમ કીટ આપવામાં આવી હતી.

હકુભા જાડેજાએ આપી સેનિટાઈઝર વેલકમ કીટ

301 દિવસ બાદ શાળા ખુલી

આ તકે પ્રધાનેએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ, આપણો દેશ અને આપણું ગુજરાત રાજ્ય પણ વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન માર્ચ 2020થી સંપૂર્ણ લોકડાઉન, ત્યારબાદ આંશિક લોકડાઉન લાગુ કરી રાજ્યના પ્રજાજનોને કોરોના કહેરથી બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સમયમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ માર્ચ મહિનાથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી.

જામનગર
હકુભા જાડેજાએ આપી સેનિટાઈઝર વેલકમ કીટ

બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડિજિટલ શિક્ષણ શરૂ કરાયું

જૂન મહિનાથી આ મહામારીના સમયમાં પણ બાળકોનું શિક્ષણ બગડે નહીં, તે માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ડીડી ગિરનાર, વંદે ગુજરાત ચેનલ, યુ-ટ્યુબ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ વગેરે ડિજિટલ માધ્યમો દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણકાર્ય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયું હતું. જે આજદિન સુધી ચાલુ જ છે, પરંતુ હવે રાજ્યમાં કોરોનાના કેસો હળવા થતા આજથી ધોરણ 10 અને ધોરણ 12 તથા કોલેજના વિદ્યાર્થીઓની કારકિર્દીના અગત્યના વર્ષો હોય તેમના માટે પ્રથમ ચરણના ભાગરૂપે પ્રત્યક્ષ શિક્ષણકાર્યનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.