જામનગર : રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ વિવિધ ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે સાંજના સમયે જામનગર નજીક આવેલા સપરા ગામની મુલાકાતે ગયા હતાં. જ્યાં ગ્રામજનોએ રાઘવજી પટેલનો વિરોધ (Raghavji Patel Protests in Constituency) કર્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ભાજપ સરકારે ગામમાં એક પણ વિકાસનું કામ કર્યું નથી. ત્યારે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ પણ ઉડાઉ જવાબ આપતા હોવાનું બહાર આવ્યું છે. ગામના લોકો એકઠા થયા હતા અને રાઘવજી પટેલનો વિરોધ કર્યો છે. ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત
ગ્રામજનોનો આક્ષેપ - રાઘવજી પટેલની ઓફિસે ગ્રામજનોની રજૂઆત કરવા જાય ત્યારે તેઓ ગ્રામજનોને ઉડાઉ જવાબ આપે છે. અને ગામમાં એક પણ વિકાસનું કામ છેલ્લા પાંચ વર્ષમાં થયું નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ પોતાના મત વિસ્તારમાં જ કામ કરવામાં ઉણા ઉતર્યા હોવાના આક્ષેપો લાગ્યા છે.
"વિકાસનું એક પણ કામ થયું નથી" - વધુમાં ગ્રામજનોનું કહેવું છે કે, ગામમાં (Raghavji Patel in Sapada) રાજકારણ રમવા માટે બે ફાંટા પડાવી દીધા છે. જેના કારણે ગ્રામજનોમાં વિવાદ ઉભા થયા છે. એક બાજુ વિકાસના કામ થશે તે વાયદાઓ છેલ્લા પાંચ વર્ષથી કૃષિપ્રધાન કરી રહ્યા છે. જો કે એક પણ કામ થયું નથી. જેને લઇને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Raghavji Patel hospitalized : કોરોનાગ્રસ્ત કૃષિપ્રધાન રાઘવજી પટેલની તબિયત લથડી, અમદાવાદમાં સારવાર માટે લવાયાં
12 કલાકમાં બે વખત વિરોધ - આ ઉપરાંત આજે સવારે જામનગરના (Raghavji Patel visiting Jamnagar) ખીજડીયા ગામમાં 'સુજલામ સુફલામ યોજના' કાર્યક્રમ અંતર્ગત રાઘવજી પટેલને પ્રશ્ન પૂછી મુશ્કેલીમાં મૂકી દીધા હતાં. જેમાં ગઈ કાલે રાઘવજી પટેલનો વિરોધ થયો હતો. તો આજે ખીજડીયામાં પણ ખેડૂતે જે પ્રશ્ન પૂછ્યો તેના પરથી રાઘવજી પટેલને રીતસરના (Raghavji Patel in Khijadiya) અપમાનિત કરવામાં આવ્યાં હોવાની ઘટના બહાર આવી છે. આમ, છેલ્લા 12 કલાકમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલનો બે વખત વિરોધ થતાં ચર્ચા જાગી છે.