જામનગરઃ શહેરના એસ.પી શરદ સિંગલની સુરત ખાતે બદલી થઈ છે. નવા એસ.પી તરીકે આવેલા શ્વેતા શ્રીમાળી સમક્ષ અનેક પડકારો છે. હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવી એક ચેલેન્જ છે તો ટ્રાફિકના પ્રશ્નો પણ જામનગરમાં વધુ જોવા મળી રહ્યા છે.
જે પ્રકારે જામનગરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં અનેક એરિયામાં કન્ટેન્મેન્ચ ઝોન પણ જાહેર કરવામાં આવશે તો જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ભીડમાં એકઠા ન થાય તે જોવાની જવાબદારી પણ પોલીસની છે. ખાસ કરીને આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે લોકો કામ વિના બહાર નીકળે તો તેને રોકવા થતા માસ્કનો દંડ વસુલવો વગેર પડકારોનો મહિલા અધિકારીએ સામનો કરવો પડશે.
જે પ્રકારે જામનગરમાં કાયદો વ્યવસ્થા પણ છેલ્લા ઘણાં સમયથી જળવાતી ન હતી. ધોળા દિવસે ફાયરિંગની ઘટનાઓ પણ જામનગરમાં બનતી જોવા મળી છે.