ETV Bharat / state

abduction case : અપહરણ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શખ્સ સામે નોંધાયા છે સાત ગુન્હા

મોરબીના અપહરણ કાંડ અને જામનગર પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરનારા આરોપી અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં આ કાંડના મુખ્ય સૂત્રધાર સામે સાત ગુના નોંધાયા છે.

abduction case : અપહરણ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શખ્સ સામે નોંધાયા છે સાત ગુન્હા
abduction case : અપહરણ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શખ્સ સામે નોંધાયા છે સાત ગુન્હા
author img

By

Published : Feb 18, 2023, 8:05 PM IST

abduction case : અપહરણ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શખ્સ સામે નોંધાયા છે સાત ગુન્હા

જામનગર : જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આરડી ગોહિલ સહિતનો સ્ટાફ મોરબીમાં અપહરણ કરી અને નાસી છૂટેલા આરોપીની ઝડપી પાડવા માટે જોડિયાની આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી, ત્યારે પાદરા પાસેથી એક સ્કોર્પિયો પૂર ઝડપે પસાર થઈ હતી અને આ સ્કોર્પિયોને રોકવા માટેની કોશિશ કરવામાં આવી હતી જોકે સ્કોર્પિયો ચાલકે પીએસઆઇ આરડી ગોહિલ અને સ્ટાફ પર સ્કોરપયો ગાડી ચડાવી મારી નાખવાની કોશિશ કરી હતી.

સીસીટીવીમાં સ્કોરપ્યો કાર પૂર ઝડપે જતો હોવાનું સામે આવ્યું : જોડિયા પોલીસે એક આરોપીને મુદામાલ સાથે દબોચી લીધો છે અને તેની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો લગાવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીઓને દબોચી લેવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. સીસીટીવીમાં સ્કોરપ્યો કાર પૂર ઝડપે જતો હોવાનું સામે આવ્યું છે.

આરોપી સામે ક્યાં પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના? : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી પોલીસે ફિલ્મ ઢબે પીછો કરી મોરબી પંથકના અપહરણના આરોપી સલીમ દાઉદભાઈ માણેક નામના મિયાણા શખ્સને દબોચી લીધો છે, જે આરોપીની ક્રાઈમ કુંડળી તપાસતા આરોપી સલીમ સામે મોરબી બી.ડિવિઝન પોલીસ સ્ટેશન, માળિયા મીયાણા પોલીસ સ્ટેશન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, ભુજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગર એ. ડિવિઝન પોલીસ સ્ટેશન, જોડીયા પોલીસ સ્ટેશન અને મોરબી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પૂર્વયોજિત કાવતરું, હથિયારધારા અને છેતરપિંડી સહિતના સાત ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Nikki Yadav Murder Case: નિક્કી યાદવ મર્ડર કેસમાં મોટો ખુલાસો, સાહિલે ગુપ્ત રીતે નિક્કી યાદવ સાથે લગ્ન કર્યા હતા

કારમાં બેસેલા બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે : સમગ્ર ઘટના બાબતે જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આરડી ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત કરત તેમને જણાવ્યું હતું કે, નાકા બધીનો મેસેજ આવ્યો હતો. મોરબીમાંથી અપહરણ કરી સ્કોર્પિયો કારમાં અમુક ઇસમ જોડિયા તરફ આવી રહ્યા છે. પાદરા પાસે scorpio કારને રોકવાનો પ્રયાસ કર્યો પણ scorpio ચાલકે પોલીસ કાફલા પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં scorpio પર ત્રણ રાઉન્ડ ધડાધડ પીએસઆઇ એ ફાયરિંગ કર્યું. આગળ જતાં scorpio કાર પથ્થર સાથે ટકરાઈ હતી અને કારમાં બેસેલા બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ફરારને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : SON IN CUSTODY Son Killed Mother : માતાએ મોબાઈલ જોવાની ના પાડતા પુત્રએ કરી હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.