જામનગરઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન પ્રધાન મૂળુભાઈ બેરા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
મહત્ત્વનો કરારઃ આ કરાર અનુસાર, આગામી પાંચ વર્ષમાં રૂપિયા 510 લાખના ખર્ચે ચેરના વૃક્ષોના વનનું સર્જન કરાશે. એક પ્રકારનું અનોખું વન ઊભું કરાશે.
સમુદ્રતટના ક્ષાર પ્રવેશને રોકવા તથા દરિયાઇ ઇકોસિસ્ટમની જાળવણી અને પર્યાવરણ સંતુલનમાં આ ચેર ખૂબ મોટું યોગદાન આપશે. ચેરના વૃક્ષો એક પ્રકારના શુદ્ધિકરણ જેવું કામ કરે છે. ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ કંપનીમાં આવેલા એલિફન્ટ કેમ્પની મુલાકાત લીધી હતી.
કરાર અનુસારઃ કરાર અનુસાર આગામી પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટ તૈયાર કરાશે. ભૂપેન્દ્ર યાદવ તથા ઉપસ્થિત મહાનુભવોએ જામનગરમાં આવેલી મોટી ખાવડી પાસે વિશ્વના સૌથી મોટા તેમજ સુવિધાથી સજ્જ વન્ય પ્રાણીઓના રેસ્કયૂ સેન્ટરની મુલાકાત કરી હતી. જોકે, આ પહેલા પણ કંપનીએ દુનિયાનું મોટું પ્રાણી સંગ્રહાલય તૈયાર કરવાની વાત કરી હતી. જેમાં દેશ વિદેશના અનેક પ્રાણીઓને ઘણ આંગણે માણી શકાશે. આ પ્રાણી સંગ્રહાલયની તૈયારીઓ પણ ચાલી રહી છે. જોકે, આ પ્રાણી સંગ્રહાલય તૈયાર થઈ જતા જામનગર વાસીઓને અનેક વધુ એક ટુરિસ્ટ સ્પોટ મળી રહેશે. હાલમાં પ્રાણી સંગ્રહાલયને લઈ કામ ચાલી રહ્યું છે. જોકે, કંપનીએ આ પ્રોજેક્ટ અંગે ખાસ કોઈ વિગત જાહેર કરી નથી. સુત્રોમાંથી મળેલી વિગત અનુસાર પ્રાણી સંગ્રહાલય માટે અનુકુળ વાતાવરણ પણ ઊભું થઈ રહ્યું છે.