મહેસુલ વિભાગના કર્મચારીઓએ બાઇક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માગણીઓ રાજ્ય સરકાર તાત્કાલિક સંતોષે તે માટે ધારદાર રજૂઆત પણ કરી છે.
મહેસુલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારમાં પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. જોકે, રાજ્ય સરકાર દ્વારા વિભાગના કર્મચારીઓને માત્ર આશ્વાસન જ આપવામાં આવતા આખરે આ કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ હડતાળ કરતા લોકોના રોજિંદા કામ અટવાયા છે.