ETV Bharat / state

The Ranji Trophy: ભારતના સૌથી પહેલા ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજીતસિંહની આજે 151મી જન્મજયંતિ - જામનગરના રાજવી જામ રણજીતસિંહની આજે 151મી જન્મજયંતિ

આજનો દિવસ ક્રિકેટ જગત માટે ખૂબ ઐતિહાસિક છે. ભારતીય ક્રિકેટ જગતના પિતામહ એટલે જામ રણજીતસિંહજીનું આજના દિવસે જન્મ થયો હતો. જેઓ 17માં જામસાહેબ અને ક્રિકેટની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય અને ‘રણજી’ તરીકે જાણીતા છે. જાણો તેમના જીવન અને ક્રિકેટ જગતમાં તેમની મહત્વની ભૂમિકા વિશે..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2023, 3:19 PM IST

જામનગરના રાજવી જામ રણજીતસિંહની આજે 151મી જન્મજયંતિ

જામનગર: રણજી ટ્રોફીને સ્થાનિક કક્ષાની સૌથી મોટી ટ્રોફી કહેવાય છે. આ ટ્રોફી કોના નામથી શરૂ થઈ એ વિશે રસપ્રદ ઈતિહાસ જોડાયેલો છે. આજના દિવસે એ ઈતિહાસનું પાનું કઈ રીતે ઈતિહાસ બનીને રહી ગયું હતું તે પણ જાણવા જેવુ છે. 10 સપ્ટેમ્બર 1872ના રોજ ભારતીય ક્રિકેટ જગતના પિતામહ અને ભારતના સૌથી પહેલા ક્રિકેટર જામ રણજીતસિંહજીનો આજે જન્મ થયો હતો. જેમણે દેશ અને દુનિયાના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ક્રિકેટર રણજીતસિંહ એવા ભારતીય હતા, જેમણે ગુલામ ભારતમાં રહીને બ્રિટિશ ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા તો બનાવી પરંતુ અંગ્રેજોને ઘણી મેચો પણ જીતાવી હતી.

કેવી રીતે શરૂ થઈ રણજી ટ્રોફી: 2 જી એપ્રિલ 1933માં જામનગરમાં રણજીત સિંહનું મોત થયું હતું. ત્યારબાદ 1934માં આ ક્રિકેટરની યાદમાં રણજી ટ્રોફીની શરૂઆત કરવામાં આવી હતી. રણજીત સિંહને ભારતીય ક્રિકેટના જન્મદાતા માનવામાં આવે છે. શરૂઆતી સમયમાં ક્રિકેટ ફક્ત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતો હતો. કોઈને એવી આશા ન હતી કે ભારતમાં જન્મેલા આ ખેલાડીને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા મળશે. રણજીત સિંહનો રેકોર્ડ પણ ખૂબ જ સારો છે. તેઓ 307 ફર્સ્ટ ક્લાસ રમ્યા છે. તેમાંથી 56ની એવરેજથી 24692 રન બનાવ્યા છે. જેમાંથી 72 સદી અને 109 અડધી સદી ફટકારી છે. તેઓ ચાર વર્ષ સુધી સતત કેપ્ટન પદ પર રહ્યા હતા.

ભારતના રાજવી પરિવારના સભ્ય: રણજીત સિંહનો જન્મ નવાનગર રાજ્યના સદોદર ગામમાં જાડેજા રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જીવનસિંહ અને દાદનું નામ ઝાલમ સિંહ હતું. જેઓ નવાનગરના મહારાજા જામ સાબેહ વિભાજી જાડેજાના પરિવારમાંથી હતા. રણજીત સિંહને બાળપણથી ટેનિસ પ્લેયર બનવું હતું. પરંતુ તેઓ જ્યારે અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા ત્યારે તેમને ક્રિકેટ પસંદ આવવા લાગ્યું હતું. ઈંગ્લેન્ડમાં ક્રિકેટનો ક્રેઝ જોઈને તેમણે ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો હતો.

કયા મામલે થયો હતો વિવાદ: જ્યારે રણજીત સિહંનું 1896માં ઈંગ્લેન્ડની ટીમમાં સિલેક્શન થયું હતું ત્યારે લોર્ડ હારિસે તેનો વિરોધ કર્યો હતો. તેનું કહેવું હતું કે રણજીતનો જન્મ ઈંગ્લેન્ડમાં નથી થયો એટલે આ ટીમમાં ના રમી શકે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી ટેસ્ટમાં રણજીત સિંહને મોકો મળ્યો હતો. આ મેચમાં તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 62 રન બનાવ્યા હતા.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ભૂમિકા: ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ 1894માં ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમના કેપ્ટન તરીકે તેમની પસંદગી થઈ. કુંવર રણજીતસિંહની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1859 રમાયેલી ઐતિહાસિક મેચમાં તેમણે ઈંગ્લેન્ડની આબરું બચાવી હતી. કેમ્બ્રિજ મિત્રો તેમણે 'રણજી'ના હુલામણા નામથી બોલાવતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઈંગ્લેન્ડના પક્ષે રહી લશ્કરનો મોરચો પણ સંભાળ્યો હતો.

નવાનગરના મહારાજા તરીકે રાજ્યાભિષેક: ઈ.સ.1896માં યોર્કશાયર સાથેની ક્રિકેટ મેચમાં એક જદિવસમાં બે સેન્ચયુરી નોંધાવી. તેમણે એક મોટો વિશ્વકપ 1902માં સ્થાપિત કર્યો હતો. વેસ્ટ ન્યૂહાબ વિરૂદ્ધ ઈસેક્સની રમતમાં 7મી વિકેટની ભાગીદારીમાં 344 રન તેમણે કર્યા હતા. 19 માર્ચ 1907માં નવાનગરના મહારાજા તરીકે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કુશાગ્ર વહીવટ અને વિકાસના કામો કરતા રહી તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઈંગ્લેન્ડના પક્ષે રહી લશ્કરનો મોરચો પણ સંભાળ્યો હતો.

એક હજાર રન કરવાની સિદ્ધિ: ક્રિકેટ ઈતિહાસમાં બેટ્સમેનના પિતામહનું સ્થાન હજુ પણ જાળવી રાખ્યુ છે. ક્રિકેટના ઈતિહાસમાં તેઓ એક માત્ર બેટસમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે કે જેમણે એક જ સિઝનમાં એક જ મહિનામાં એક હજાર રન કરવાની સિદ્ધિ મેળવી હોય અને એ પણ એક વખત નહી પણ બે વખત સિદ્ધિ નોંધાવી છે. રણજીએ કુલ 500 દાવ રમીને 56.37ની સરેરાશ મેળવી હતી.

ક્રિકેટ પર ત્રણ પુસ્તકો લખ્યા: ઈંગ્લેન્ડ તરફથી તેમણે 72 સદીઓ અને 14 બેવડી સદીઓ કરી છે. 1900ના વર્ષમાં રણજીએ પાંચ ડબલ સદીઓ કરી અને છઠ્ઠી સદી માત્ર આઠ રને ચૂકી ગયા હતા. કારણ કે દાવ ડીકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમતાં ઓસ્ટ્રેલિયા સામે 1896માં 154 રન કરી અણનમ રહ્યા હતા. 1897માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ મેચમાં રમતા તેમણે 175 રન કર્યા હતા. રણજીએ કુલ 500 દાવ રમીને 56.37ની સરેરાશથી 24936 રન કર્યા હતા. તેમાં તેઓ 62 વખત અણનમ રહ્યા હતા. ક્રિકેટ પર તેમણે ત્રણ પુસ્તકો પણ લખ્યા હતા. આવા મહાન ક્રિકેટર જામ રણજીતસિંહનું અવસાન 2 એપ્રિલ 1933ના રોજ થયું હતું.

  1. MS Dhoni Spotted Playing Golf : મહેન્દ્ર સિંહ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા, તસવીર થઈ વાયરલ
  2. Yuzvendra Chahal: ICC વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું તો આ ભારતીય ખેલાડી વિદેશી ટીમ સાથે જોડાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.