જામનગર બે વર્ષે કોરોના કાળ બાદ આ વર્ષે નવરાત્રીની જેમ (Diwali in Jamnagar) દિવાળીનો પણ રંગ જામ્યો છે. રાજ્યમાં લોકો દિવાળીને લઈને ખરીદી પણ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવાર પર ઘરના આંગણે દોરતા રંગોળી ખુબ મહત્વ હોય છે. જેને લઈને બહેનો (rangoli theme for Diwali) અગાઉથી જ રંગોળી બનાવવા માટે વિવિધ આયોજન કરતી હોય છે. ત્યારે આ વર્ષે જામનગરમાં રિદ્ધિ શેઠ નામની મહિલાએ ભગવાન શ્રીકૃષ્ણની રાહ જોતી ગોપીની મુદ્રામાં રંગોળી બનાવી છે. જે શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. (diwali rangoli simple)
ભારતીય નારીની રંગોળી જામનગરના વાકેશ્વરીમાં રહેતા રિદ્ધિ શેઠ છેલ્લા 12 વર્ષથી અવનવી રંગોળી બનાવી રહ્યા છે. ત્યારે આ વર્ષે રિદ્ધિ શેઠે રંગોળીની થીમ ભગવાન શ્રીકૃષ્ણની રાહ જોતી ગોપીની (Diwali 2022 in Jamnagar) મુદ્રામાં બનાવી છે. નૃત્ય કરતી ભારતીય નારીની રંગોળી 7 દિવસની મહેનત બાદ બની છે. કોરોના કાળમાં પણ રિદ્ધિ શેઠે કોરોના થીમ પર રંગોળી બનાવી હતી. તેમજ કોરોનાના કેસ ઓછા થતા જનજીવન ફરીથી ધબકતું થયું તેવી રંગોળી પણ તેમણે બનાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. (diwali rangoli 2022)
હ્યુમન ટચ થીમ પર રંગોળી રિદ્ધિ શેઠ દર વર્ષે સાંપ્રદ વિષય તેમજ હ્યુમન ટચ થીમ પર રંગોળી (rangoli designs 2022) બનાવતા હોય છે. ત્યારે આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણની રાહ જોતી એક ભારતીય નારીનું રંગોળી (rangoli theme ideas) બનાવી છે. ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી વગાડતી ભારતીય નારીની રંગોળી ચિરોડી કલરથી રંગબેરંગી રંગોળી બનાવી છે. ઉલ્લેખનીય છે કે, રંગોળી માટે ખાસ ચિરોડી કલરનો ઉપયોગ કરવામાં આવે છે. (diwali rangoli designs)