પાટીદાર અનામત આંદોલન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા જામનગર જિલ્લામાં આવેલા જોડીયા તાલુકાના આમરણ નજીક બેઠક યોજવામાં આવી હતી. જેમાં પાસ કન્વિનર મનોજ પનારા, મનોજ કાલરીયા, ગીતા પટેલ, વંદના પટેલ સહિતના જિલ્લા અને તાલુકાના કન્વિનરો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તો આ બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, તમામ કેસો પરત ખેંચવા, શહીદ પરિવારોને નોકરી, સહિતના મુદ્દેચર્ચા ઉપરાંત લોકસભા ચૂંટણીમાં પાસનું સ્ટેન્ડ પણ નક્કી કરવાના એજન્ડા સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરી પાટીદાર યુવાનો શહીદ થયા છે. ત્યારે તમામ 26 બેઠકો પર ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત, સહિતના વિસ્તારમાં પાસની બેઠકોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 1000 વિસ્તારકો ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. તો આ સાથે જ વિધાનસભા ચૂંટણી માફ્ક ભાજપને હરાવવા માટે પ્રચારો કરવામાં આવશે.