આ કામગીરીમાં બે દિવસથી શહેરની જૂની પુરાણી તેમજ જર્જરિત ઇમારતોને નોટિસ આપવાનું કામ તેમજ આવી બિલ્ડીંગોને તોડી પાડવાનું કામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તેવી જ રીતે સરકારની યોજના અંતર્ગતના આવાસ યોજનાના વર્ષ 2000ની સાલના વર્ષો પુરાણા જર્જરિત આવાસો જે સમારકામ માગતા હોય તેવા 46 જેટલા આવાસોને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને આવાસોની અંદર લાભાર્થીઓને સમારકામ કરવાની તાકીદ કરી છે.