જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના(PM Modi Jamnagar Visit) પ્રવાસે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે જામનરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન(Global Centre for Traditional Medicine) કર્યું છે. વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો(first center of traditional medicine) શિલાન્યાસ થયો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
વડાપ્રધાનની જામ સાહેબ સાથે મુલાકાત - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જામ સાહેબે પાયલોટ બંગલોમાં બેઠક કરી હતી. જામ જાહેબને મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું. જામ સાહેબના પરિવારની સદભાવના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, ખાસ કરીને યુરોપમાં જામનગરમાં મને જામ સાહેબ શત્રુશલ્યસિંહજીને (Jam Saheb Shatrushalyasinhji)મળવાનો અવસર મળ્યો, જેઓ એક વડીલ તરીકે હંમેશા મારા પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવતા હતા. જૂની યાદો તાજી કરવામાં અમે ઘણો(PM Modi Gujarat Visit)સારો સમય પસાર કર્યો.
-
The goodwill of Jam Saheb’s family is spread all over the world, especially in Europe. In Jamnagar, I had the opportunity to meet Jam Saheb Shri Shatrusalyasinhji, who has always been extremely affectionate towards me as an elder. We had a great time recollecting old memories. pic.twitter.com/i6BERFGSpl
— Narendra Modi (@narendramodi) April 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The goodwill of Jam Saheb’s family is spread all over the world, especially in Europe. In Jamnagar, I had the opportunity to meet Jam Saheb Shri Shatrusalyasinhji, who has always been extremely affectionate towards me as an elder. We had a great time recollecting old memories. pic.twitter.com/i6BERFGSpl
— Narendra Modi (@narendramodi) April 19, 2022The goodwill of Jam Saheb’s family is spread all over the world, especially in Europe. In Jamnagar, I had the opportunity to meet Jam Saheb Shri Shatrusalyasinhji, who has always been extremely affectionate towards me as an elder. We had a great time recollecting old memories. pic.twitter.com/i6BERFGSpl
— Narendra Modi (@narendramodi) April 19, 2022
આ પણ વાંચોઃ PM Modi Jamnagar Visit: PM Modiના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ, જાણો શું કહી રહ્યા છે
WHOના ડાયરેક્ટર નું સંબોધન - આ કાર્યક્રમમાં WHOના ડાયરેક્ટર ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ(WHO Director-General Dr Tedros Adhanom) હાજર રહ્યા હતા. WHO ના વડા જ્યારે આ કાર્યક્રમમાં બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. WHO ના ડાયરેક્ટરે 'કેમ છો. બધા, મજામાં' બોલતા ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. વડાપ્રધાન મોદી પણ હસતા જોવા મળ્યા હતા. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરના ભૂમિપૂજનમાં WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસે એ જણાવ્યું હતું કે, મને આ મહત્વપૂર્ણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે, મને વડાપ્રધાને ખૂબ જ સહકાર આપ્યો છે.
-
#WATCH | WHO Director-General Dr Tedros Adhanom Ghebreyesus greets the public in Gujarati during the inaugural ceremony of the WHO-Global Centre for Traditional Medicine in Jamnagar. pic.twitter.com/Mexd6RUXLw
— ANI (@ANI) April 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | WHO Director-General Dr Tedros Adhanom Ghebreyesus greets the public in Gujarati during the inaugural ceremony of the WHO-Global Centre for Traditional Medicine in Jamnagar. pic.twitter.com/Mexd6RUXLw
— ANI (@ANI) April 19, 2022#WATCH | WHO Director-General Dr Tedros Adhanom Ghebreyesus greets the public in Gujarati during the inaugural ceremony of the WHO-Global Centre for Traditional Medicine in Jamnagar. pic.twitter.com/Mexd6RUXLw
— ANI (@ANI) April 19, 2022
પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. તે દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સોલ્યુશન આપવામાં મદદરૂપ થશે.
વડાપ્રધાને WHOના વડાનો આભાર માન્યો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. આ ભૂમિપૂજન દરમિયાન તેમણે ભાષણમાં જણાવ્યું કે, GCTM ગુજરાતનું ઔષધિનું મુખ્ય મથક બનશે. વડાપ્રધાન WHOના વડાનો આભાર માન્યો વિશ્વમાં આરોગ્યના ક્ષેત્રમાં મોટી ઘટનાના આપણે સાક્ષી બન્યા છીએ તેનું ગૌરવ છે. ભારતને મોટી જવાબદારી સોંપવા માટે WHOનો આભાર. અમે તમારી અપેક્ષાઓને પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ.
2024માં આ આર્યુવૈદ સેન્ટર શરૂ થઈ જશે - વર્ષ 2024માં આ આર્યુવૈદ સેન્ટર શરૂ થઈ જશે ટ્રેડિશન મેડિસિનના યુગનો પ્રારંભ થશે. જામનગરનો આર્યુવૈદ સાથેનો જૂનો નાતો રહ્યો છે. માનવતાની સેવા કરવા માટેની આ બહુ મોટી જવાબદારી છે. વેલનેસ એ જ આપણો ગોલ હોવો જોઈએ. આ કેન્દ્ર જામનગરને વૈશ્વિક ફલક પર લઈ જશે. સેંકડો વર્ષોના અનુભવ પછી આર્યુવૈદ તૈયાર થયું છે. કોઈપણ રોગની દવા બેલેન્સ્ડ ડાયેટમાં છે કોવિડ 19 વખતે આયુષ અને આર્યુવૈદનો ઉપયોગ કરાયો છે.
આ પણ વાંચોઃ PM Modi In Jamnagar: જામનગરમાં Etv Bharatના કેમેરામાં અભિવાદન કરતા જોવા મળ્યા PM મોદી, જૂઓ વિડીયો
ભારતને જવાબદારી સોપવામાં બદલ WHOનો આભાર - ગ્લોબલ સેન્ટર માટે મોદીએ પાંચ લક્ષ્ય આપ્યા. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટાબેઈઝ બનાવાશે, જે આર્યુવૈદમાં ઉપયોગી થશે. ભારતને જવાબદારી સોપવામાં બદલ WHOનો આભાર. WHOએ વિશ્વાસ પર ભારત ખરું સાબીત થશે. આર્યુવૈદમાં અમૃત કળશનું ખૂબ મહત્વ છે. આરોગ્ય ક્ષેત્ર માટે GCTM વૈશ્વિક હબ બનશે. પરંપરાગત દવાઓનું જ્ઞાન આગળની પેઢી સુધી પહોંચે તે દિશામાં પ્રયાસ થવા જોઈએ. ભારતની પરંપરાગત દવાઓ વિદેશીઓને પણ પ્રભાવી લાગી છે.
બનાસ ડેરીમાં 4 પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું- આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે બનાસકાંઠા (PM Modi In Banaskantha)ના સણાદરમાં બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું (sanadar banas dairy plant) ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ અહીં વડાપ્રધાને મહિલા પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ પહેલા વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટ (gobar gas plant banas dairy)નું નિરીક્ષણ કર્યું હતું. PM મોદીએ ડેરીના 4 અલગ અલગ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને બનાસ ડેરીના પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ, બાયો CNG સ્ટેશન અને પશુપાલકો માટે સેટ કરાયેલા રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.